ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે શુક્રવારે મોકડ્રીલ

05:31 PM Nov 19, 2025 IST | Bhumika
Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના વિવિધ જિલ્લામાં સ્થિત મુખ્ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આગામી તા. 21 નવેમ્બરના યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ સુનિશ્ચિત કરવા આપત્તિ વ્યવસ્થાપન રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં SEOC - ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્સરસાઇઝ યોજાઈ હતી.

Advertisement

મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્યમાં અકસ્માત સર્જાય ત્યારે ત્વરિત પ્રતિભાવ આપવા માટેની રાજ્યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્ચેનો સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્ય હોવાને કારણે રાજ્યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય છે. એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્થળોએ મુખ્ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્ક-સ્ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્યક છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, આ મોકડ્રીલ પૂરવાર કરશે કે, આપણું ગુજરાત સંકટના સમયે એક સંયુક્ત ટીમ તરીકે કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તેમણે મોકડ્રીલમાં સહભાગી થવા બદલ રિલાયન્સ, નાયરા, ONGC OPaL પેટ્રોનેટ LNG અને દીનદયાલ પોર્ટ મુંદ્રા જેવા મુખ્ય ઉદ્યોગોની પ્રશંસા કરી હતી. મંત્રી એ મોકડ્રીલ સાથે સંકળાયેલા તમામ વિભાગોને સંપૂર્ણ-પાયાની મોક એક્સરસાઈઝ પહેલાં અંતરાલો ઓળખવા અને તેને સંબોધવા વિનંતી કરી હતી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું હતું કે દરેક આપત્તિ માટે સંપૂર્ણ વ્યવસ્થાને સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિવિધ વિષયો પર આપત્તિ વ્યવસ્થાપનની મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત દેશનું મેજર પેટ્રો કેમિકલ હબ હોવાથી ઓઈલ અને રસાયણ સંબંધિત આવતી કોઇપણ આપત્તિ સામે તૈયાર રહેવું પણ ખૂબ જ જરૂૂરી છે.

Tags :
chemical disaster managementgujaratgujarat newsmock drill
Advertisement
Next Article
Advertisement