For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTO ઇ-ચલણની ફાઇલ ખોલતા મોબાઇલ હેક, 3 લાખ ઉપડી ગયા

04:26 PM Jul 05, 2025 IST | Bhumika
rto ઇ ચલણની ફાઇલ ખોલતા મોબાઇલ હેક  3 લાખ ઉપડી ગયા

ઓનલાઇન છેતરપિંડીના બનાવોને લઇને પોલીસે નાગરિકોને સતર્ક અને જાગૃત બનવા અપીલ કરી

Advertisement

શહેરના યુવાન સાથે આર.ટી.ઓ. ઈ-ચલણનાં નામે રૂૂા. 3,05,716ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો મામલો પોલીસ દફ્તરે નોંધાયો હતો.પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગાંધીધામમાં દવા વિતરક તરીકે નોકરી કરતા નવીનભાઈ કાનજીભાઈ સથવારાને વોટ્સ-એપ ઉપર આર.ટી.ઓ. ઈ-ચલણ 500.એ.પી.કે. નામની ફાઈલ આવી હતી, જેને ખોલતાંની સાથે તેમનો મોબાઈલ ફોન હેક થયો હતો. થોડી જ વારમાં તેમના બેંક ખાતામાંથી રૂૂા. 1.49 લાખ કપાયા હતા.

ભેજાબાજોએ મોબાઈલનું સંચાલન મેળવીને રૂૂા. 1,56,716ની લોન લઈને આ રકમ પણ ઉપાડી લીધી હતી. ગત તા. 25/4/2025ના સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસે અજાણ્યા મોબાઈલ નંબરધારક સામે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. વધતા જતા ઓનલાઈન છેતરપિંડીના બનાવોને લઈને પોલીસે નાગરિકોને સતર્ક અને જાગૃત બનવા અપીલ કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement