For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથમાં ખેડૂતોને તત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર વિતરણ કરવા ધારાસભ્યનું આવેદન

11:59 AM Nov 22, 2025 IST | Bhumika
સોમનાથમાં ખેડૂતોને તત્કાલિક પૂરતા પ્રમાણમાં ખાતર વિતરણ કરવા ધારાસભ્યનું આવેદન

ખેતી સહાય ફોર્મ ભરવામાં આવતી સર્વર સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા વિમલ ચુડાસમાની રજૂઆત

Advertisement

સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ વિધાનસભા ના ગ્રામ્ય વિસ્તાર તથા સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ થયેલ જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી નો સામનો કરવો પડેલ હતો હાલ સમગ્ર રાજય માં ખેડૂતો દ્વારા રવિ પાક નું વાવેતર કરવામાં આવેશે ત્યારે આ વર્ષે કમોસમી વરસાદના લીધે વાવતેરમાં ઘણુ બધું મોડુ થયું છે અને અત્યારે વાવેતર માટે પાયાના ખાતર તરીકે ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા કરવામાં આવતો હોય પરંતુ સમગ્ર રાજય અને મારા વિસ્તારની અંદર આ બંને ખાતર ની અછત છે અને આ પાકના વાવેતરના પંદર વીસ દિવસ પછી ખેડૂતોને યુરિયા ખાતરની પણ જરૂૂરિયાત પડશે જેથી વાવેતર માટે ના પાયાના ખાતર ડી.એ.પી. અને એન.પી.કે નો તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણ માં સપ્લાઈ કરવામાં આવે અને યુરિયા ખાતર માટે આગતરું આયોજન કરી અને ખેડૂતો ને સમયસર ખાતર મળી રહે જેથી ખેડૂતો રવિ પાક સમયસર અને સારી રીતે લઈ શકે જેથી ખેડૂતો ને જે કમોસમી વરસાદના લીધે મોટું નુકશાન થયેલ છે અને યોગ્ય વળતર મળેલ નથી તેથી રવિ પાકો દ્વારા ખુડૂતો પોતાના નુકશાનની ભરપાઈ કરી શકે તે માટે વહેલીતકે ખાતરનું વિતરણ કરવામાં આવે હાલમાં જે કમોસમી વરસાદ થયેલ છે અને તેના માટે રાજ્ય સરકાર તરફથી જે સહાય પેકેજ જાહેર કરવામાં આવેલ છે.

જેમાં ખેડૂતો પોતાના એક જ ખાતાનું ફોર્મ ભરી શકે છે અને બીજા ખાતાનું ફોર્મ ભરી શકાતું નથી દા.ત. તરીકે 2 હેકટરની મર્યાદામાં સહાય આપવાની હોય પરંતુ ઘણા ખેડૂતો 5-5 વિઘાના 2 ખાતા પોતાના નામથી જ ધરાવતો હોય તે માત્ર એક જ ખાતાનું ફોર્મ ભરી શકે તેથી તે સરકારના ઠરાવ મુજબ 2 હેક્ટરની મર્યાદાની પૂરતી સહાયથી વંચિત રહે છે અને હાલ ફોર્મ ભરવામાં સર્વરની ઘણી બધી સમસ્યાઓ હોય અને અત્યારે રવી પાકની વાવણી નો સમય હોય અને ખેડૂતો ને લાઇન માં આખો દિવસ ઊભું રહેવું પડે છે તેથી તાત્કાલિક ધોરણે સમસ્યાનુ નિરાકરણ કરવા સરકારમાં ધારદાર રજૂઆત કરવામાં આવેલ હોવાનુ એક યાદીમાં જણાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement