For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધારાસભ્ય, IAS-IPSના ફેક આઇડી બનાવી લાખો ખંખેર્યા

05:10 PM Mar 19, 2024 IST | Bhumika
ધારાસભ્ય  ias ipsના ફેક આઇડી બનાવી લાખો ખંખેર્યા
  • ધો.9 પાસ ગઠિયાએ 48 નકલી આઇડી બનાવી નાખ્યા, રાજસ્થાનથી ઝડપાયો

સોશિયલ મીડિયા પર ધારાસભ્ય, આઇપીએસ અને આઇએએસના નામથી ફેક એકાઉન્ટ બનાવીને પૈસા માંગવાના કેસમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. રાજસ્થાનથી ક્રાઈમ બ્રાન્ચે ધો. 9 ભણેલા આરોપીની ધરપકડ કરી છે. આ સાથે ગેંગના મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 48 જેટલા નકલી એકાઉન્ટ બનાવ્યા હતા અને મેસેજ દ્વારા પૈસાની માગણી કરતા હતા.

Advertisement

ગુજરાતના આઇપીએસ અધિકારીઓ તથા આઇએએસ અધિકારીઓ અને રાજકીય નેતાઓના નામ પર સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસા માગીને છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા હતા. સાયબર ક્રાઈમ દ્વારા આ અંગે કાર્યવાહી કરીને રાજસ્થાનના કિશનગઢથી સરમીન ઉર્ફે કલ્લુ મેવની ધરપકડ કરી છે. સાથે અન્ય શંકાસ્પદ આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે.
ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલો આરોપી માત્ર ધો.9 પાસ છે અને તેના ફોનમાં આઇપીએસ સફિન હસન, લવીના સીંહા, સમશેર સિંઘ હરેશ દુધાત, બ્રજેશ કુમાર ઝા, લવિના સિંહા, તરુણ બારોટ સહિત ઘણા પીઆઇ તથા પીએસઆઇના ફેક એકાઉન્ટ મળ્યા હતા. સાથે જ એલિસબ્રિજથી એમએલએ અમિત શાહ, પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટ સહિતના 48 જેટલા ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ મળી આવ્યા હતા. આરોપી ફેસકબુક કે ગૂગલથી ફોટો લઈને બાદમાં રાજનેતાઓના નામથી એકાઉન્ટ બનાવતો અને બાદમાં લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને ઈમરજન્સીના નામે પૈસા માગતો હતો.
ધારાસભ્ય અમિત ઠાકરના નામના નામે પણ આ રીતે પૈસા પડાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ધારાસભ્યના ફોટો પર ઘરે બેઠા નોકરી આપવાનું લખાણ લખ્યું હતું અને બાદમાં આવી પોસ્ટ મૂકી લોકો પાસેથી પૈસાની માગણી કરવામાં આવીને તેમને છેતરવામાં આવ્યા હતા. આથી અમિત ઠાકરની ફરિયાદના આધારે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી હતી. જેની તપાસમાં આરોપીના ફોનથી 48 જેટલા ફેક એકાઉન્ટ મળી આવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement