જૂનાગઢમાં કોર્પોરેશનની કામગીરીનો હિસાબ કિતાબ શરૂ કરતા ધારાસભ્ય
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ શહેરમાં થયેલા નબળા વિકાસ કામોની તપાસ માટે મહત્વનું પગલું ભર્યું છે. તેમણે ભાજપના મહાનગરના સક્રિય સભ્યોને પત્ર લખીને છેલ્લા એક થી દોઢ વર્ષના વિકાસ કામોની વિગતો માંગી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂૂપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે. પરંતુ લોકો લાખો રૂૂપિયાનો ટેક્સ ચૂકવવા છતાં સમયસર સુવિધાઓ મેળવી શકતા નથી. ધારાસભ્યએ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ટૂંક સમયમાં તૂટી ગયેલા રસ્તા, નબળા ભૂગર્ભ ગટર કાર્ય અને અન્ય ગેરરીતિઓની વિગતો 7 દિવસમાં તેમના કાર્યાલયે મોકલવાની રહેશે.
આ પગલું દર્શાવે છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જૂનાગઢમાં યોગ્ય રીતે સુવિધાઓ ઊભી કરી શક્યા નથી. શહેરમાં રસ્તા અને ગટરના નબળા કામો અંગે અનેક વખત રજૂઆતો થઈ છે. હવે ભાજપના જ ધારાસભ્ય મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓની કામગીરીની વિગતો જનતા પાસેથી મંગાવી રહ્યા છે.