For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામકંડોરણાના પીપરડી ગામે ચેકડેમનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય

12:14 PM Dec 05, 2025 IST | Bhumika
જામકંડોરણાના પીપરડી ગામે ચેકડેમનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય

જામકંડોરણા તાલુકાના પીપરડી ગામે સિંચાઈ વિભાગ દ્વારા મંજૂર કરાયેલા ચેકડેમના વિકાસને વેગ આપવા માટે રૂૂ.40 લાખના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગામમાં પાણીના સંગ્રહની સમસ્યા સમયાંતરે ઊભી થતી હોવાથી વર્ષો પછી આ કાર્ય સરકારે મંજૂર કરતા ગામજનોમાં ખુશી વ્યાપી હતી.

Advertisement

ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ ગામના નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે પીપરડી સહિત આસપાસના ખેડૂત વિસ્તારમાં પાણીની સુવિધા મજબૂત થાય તો કૃષિ વિકાસને નવી દિશા મળશે અને ખેડૂતોને હરીફાઈભર્યા સમયમાં પણ સ્થિર ઉપજ મળે તેવી અપેક્ષા છે.

કાર્યક્રમમાં ગોવિંદભાઈ રાણપરીયા, કરણસિંહ જાડેજા, દાનૂભા જાડેજા સહિત ગામના અગ્રણીઓ, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચેકડેમનું કાર્ય પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનું સંચય વધશે, બોરવેલનો સ્તર સુધરશે અને આસપાસના વિસ્તારોમાં સિંચાઈની સુવિધા વધુ સરળ બનશે.

Advertisement

ગામજનો મુજબ આ કામ લાંબા સમયથી બાકી હતું, પરંતુ હાલના તબક્કે સરકાર દ્વારા ફાળવેલા નાણાં અને લોકપ્રતિનિધિના પ્રયાસોથી આ મહત્વનું કામ સાકાર થતું દેખાઈ રહ્યું છે. ગ્રામજનોને આશા છે કે ચેકડેમના નિર્માણથી ગામમાં પાણીની ટકાઉ વ્યવસ્થા વિકસશે અને કૃષિ ક્ષેત્રે નવી ઊર્જા મળી રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement