For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ

04:33 PM Jul 04, 2025 IST | Bhumika
ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનું કાલે રાજકોટમાં વિજય સરઘસ

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમીપાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની જીત થતાં હોદેદારો અને કાર્યખરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ જિલ્લામાં વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા અને શહેરના કાર્યકરો દ્વારા આવતીકાલે રાજકોટમાં વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ગુજરાત મિરર કાર્યાલયની મુલાકાતે આવેલા શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, જિલ્લા પ્રમુખ તેજસભાઈગાજીપરા, શહેર ઉપપ્રમુખ કેશવજીભાઈ પરમાર, શહેર મહિલા પ્રમુખ રાજલબેન ગઢવી અને ઉપપ્રમુખ નિલમબેન કોટીયાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાનું વિજય સરઘસ આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ સાંજે 5 વાગ્યાથી મવડી ચોકડી ખાતે આવેલ દેવાયત બોદરની પ્રતિમાને હારતોરા કરી અને પ્રારંભ કરવામાં આવશે. જે ચંદ્રેશનગર મેઈન રોડથી રાજનગર ચોકમાં પહોંચશે અને ત્યાં ડો. બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરશે. ત્યાંથી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલથી કોટેચા ચોક પહોંચશે અને ત્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હારતોરા કરશે અને ત્યાંથી હનુમાનમઢી ચોક ખાતે પહોંચી હનુમાન દાદાના દર્શન કરશે. અને કનૈયા ચોકમાં રેલી પૂર્ણ કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, કનૈયા ચોકમાં આવેલ બ્રહ્મ સમાજની વાડીમાં સભા યોજાશે. આ સભામાં રાજકોટ શહેર અને જિલ્લામાંથી ભાજપના 40 અને કોંગ્રેસના 60થી વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાશે. રાજકોટ શહેર અને જિલ્લાના કાર્યકર દ્વારા વિજય સરઘસની તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. અને વિજય સરઘસ નિકળશે.

Advertisement

આ વિજય સરઘસમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, જામ જોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ સંગઠનના મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સહિતનું મવડી મંડળ અને શહેર તેમજ જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખો, કાર્યકર્તા અને અગ્રણીઓ રહેશે તેમ અંતમાં જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement