બગસરામાં ત્રણ નવી બસો આવતા ધારાસભ્યની લીલીઝંડી
બગસરામાં એસટી ડેપોમાં બગસરા અમદાવાદ 11:30 કલાકે સવારે ઉપડતી બસ અને વહેલી સવારે સાત કલાકે ઉપડતી બગસરા સુરત બસ તેમજ વહેલી સવારે અમદાવાદ ઉપડતી બસ ના કિલોમીટર પૂર્ણ થવાના હોય જેના લીધે નવી બસ ફાળવવામાં આવી હતી ત્યારે હાલ ડેપો મેનેજરની ઘોર બેદરકારીના લીધે જે બગસરા ડેપોમાં જુના રૂૂટો જે વર્ષો થયા ત્રીસ વર્ષ થી પણ ચાલતા હોય તેવા ઋતુ બંધ કરી 10 રૂૂટો ઘટાડવામાં આવ્યા જેના લીધે પબ્લિકને પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે ધારાસભ્યને બગસરા ની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ અને પેસેન્જર એસોસિએશન ને અનેક વાર રજૂઆત કરેલ તેમજ તાજેતરમાં થોડાક દિવસો પહેલા જ બગસરા બનનું એલાનનું અલ્ટીમેટમ આપેલ જેમાં ધારાસભ્ય જેવી કાકડીયા મામલતદાર ઓફિસમાં એસટી વિભાગના અધિકારીઓની હાજરીમાં ખાતરી આપતો લેટર તેમજ તે લેટરમાં કઈ તારીખે જૂની બસો ફરીવાર ચાલુ કરવી તેની વિગત વાર લખીને મામલતદાર ની હાજરીમાં ધારાસભ્યએ લેખિત ખાતરી એસટી વિભાગે લેખિત ખાતરી આપી ત્યારબાદ બગસરા બંધનું અલ્ટીમેટમ પાછું ખેંચવામાં આવ્યું હતું.
પરંતુ હજુ સુધી ડેપો મેનેજર કે વિભાગીય નિયામક ના પેટમાં પાણી હલતું ન હોય અને નવા રૂૂટ તો ચાલુ કરવા સાઈડમાં રહ્યું પરંતુ જે રૂૂટ જુના છે તેને બંધ કરી લોકો ની મુશ્કેલીમાં વધારો કર્યો છે આ ત્રણ બસ નવી આવી છે તેના તો કિલોમીટર પૂર્ણ થઈ ગયા હોવાથી તેને નવી આપવામાં આવી છે માત્ર ફોટા પડાવી એસટી વિભાગના કર્મચારી અને ડેપો મેનેજર લોકોને સુવિધા ને બદલે લોલીપોપ આપી રહ્યા છે તેમજ પોતાના ડ્રાઈવરો ને એટીએ આવી ગયા હોવાથી છતાં ડ્યુટી લીસ્ટમાં ડ્રાઇવરોને સાથે બેસાડી લોકોની મુશ્કેલીમાં વધારો કરે છે ડેપો મેનેજર ગઢવી મેડમને અનેકવાર રજૂઆત કરેલ પરંતુ તેઓ લોકોના કામમાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે.
હાલમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડેપો મેનેજર અને ધારાસભ્યોને આ બસોમાં લીલી જંડી આપવા આવેલ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા ઉગ્ર રજૂઆત કરેલ અને તેમણે કહ્યું હતું કે આગામી 6 તારીખે ના રોજ અમારું અલ્ટીમેટમ પૂર્ણ થાય છે જે રૂૂટ ચાલુ કરવામાં નહીં આવે તો ફરી અમો એસ.ટી વિભાગ સામે વિરોધ વ્યક્ત કરી ગાંધી ચીધિયા માર્ગે જસુ તેમ પ્રેસ મીડિયાને જણાવેલ છે.