ધોરાજીમાં જન સેવા રથનું સ્વાગત કરતા ધારાસભ્ય, ભાજપ અગ્રણીઓ
01:28 PM Nov 08, 2025 IST | admin
ગુજરાત મિરર, ધોરાજી તા.8- ધોરાજી શહેર વોર્ડ નંબર 9 કોમ્યુનિટી હોલ ખાતે પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાના માર્ગદર્શન મુજબ એસ.એલ.માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જન સેવા રથ થકી સરકારી યોજના હવે આપના દ્વારે કાર્યક્રમ અંતર્ગત જન સેવા રથનુ સ્વાગત કરવામા આવેલ આ તકે ધોરાજી ઉપલેટા મતવિસ્તારના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયા, ધોરાજી શહેર ભાજપના વરીષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારોઓ, વોર્ડ નંબર 9ના સદસ્યઓ, નગરપાલિકા પ્રમુખ,સદસ્યઓ, સામાજિક અગ્રણીઓ તેમજ વોર્ડ નંબર 9 ના નગરજનો ઉપસ્થિત રહી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ કારી યોજનાઓનો લાભ લોકો સુધી પોહચાડવા આહવાન કરેલ.
Advertisement
Advertisement
