જર્જરિત બાંધકામોના રિપોર્ટમાં ગોલમાલ, બાંધકામ વિભાગની શંકાસ્પદ કામગીરી
મહાનગરપાલિકાની માલિકીની ભાડેથી આપેલી 59 મિલકતોનો સ્ટેબિલિટી રીપોર્ટ બાંધકામ વિભાગે તૈયાર કરી સબ સલામત હોવાનું એસ્ટેટ વિભાગને જણાવતા ભારે ચર્ચા
રાજકીય દબાણ કે અન્ય કારણોસર બાંધકામ વિભાગે તૈયાર કરેલ રિપોર્ટ શંકાસ્પદ લાગતા એસ્ટેટ વિભાગે લેખિતમાં માહિતી આપો તેવું જણાવતા કોકડું ગુંચવાયું
શહેરમાં આવેલ પ્રાઇવેટ અને સરકારી જર્જરિત મિલકતોને રીપેરીંગ અને તોડી પાડવા માટે દર વર્ષે ચોમાસા પહેલા નોટિસ આપવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે પણ એસ્ટેટ વિભાગે 400થી વધુ પ્રાઇવેટ જર્જરિત મિલકતો અને મહાનગરપાલિકાની મિલીકીની 59 મિલકતોને પણ નોટિસ આપવમાં આવી હતી અને બાંધકામ વિભાગને તમામ મિલકતોની તપાસ કરી સ્ટેબિલીટી રિપોર્ટ આપવાનું જણાવેલ જેથી બાંધકામ વિભાગે તમામ મિલકતોનું સર્વે કરી એસ્ટેટ વિભાગને સબ સલામત હોવાનુ જણાવતા શંકાસ્પદ કાર્યવાહી હોવાનુ જણાવી એસ્ટેટ વિભાગે લેખિતમા રિપોર્ટ માંગતા બાંધકામ વિભાગે હાથ ઉચા કરી દેતા કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા જાગી છે.
મહાનગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવેલ શાક માર્કેટ, દુકાનો સહિતના બાંધકામો જર્જરિત હાલતમાં છે કે, કેમ તે જાણવા માટે નિયમ મુજબ નોટિસ આપવામાં આવેલ અને સાથોસાથ બાંધકામ વિભાગને મનપાએ ભાડે આપેલ 59 બાંધકામોનો સર્વે કરી સ્ટેબિલીટી રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ વર્ષોથી નજીવા ભાડે મિલકતો પર કબજો જમાવનાર અમૂક રાજકીય વર્ગ ધરાવતા લોકોને આ નોટિસ ભારે લાગી હોય તેમ સર્વે દરમિયાન બાંધકામ વિભાગ સાથે મિલીભગત કરી હોય અન્યથા ઉપરથી ફોન આવ્યા હોય કે, કોઇપણ કારણોસર સ્ટેબિલીટી રિપોર્ટ સ્થિતિ મુજબ બનાવવામાં નથી આવ્યો તેવી શંકા એસ્ટેટ વિભાગને ઉપજતા હવે લેખિતમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે જેના લીધે બાંધકામ વિભાગને જવાબ દેવો મુશ્કેલ બનતા મુંજવણમાં મૂકયા ગયા છે અને બે વિભાગ વચ્ચે કોકડૂં ગુંચવાઇ ગયુ હોવાનુ જાણકારો કઇ રહ્યા છે.
મહાનગરપાલિકાની માલિકની 59 મિલકતો પૈકી લાખાજીરાજ શાક માર્કેટ સહિતની વર્ષો જૂની મિલકતો જર્જરિત હાલતમાં હોય કબજે દારોને ખાલી કરવાની નોટિસ આપી બાંધકામનો સ્ટેબિલીટી રિપોર્ટ અને સર્વેની જવાબદારી બાંધકામ વિભાગે સોંપવામાં આવેલ પરંતુ બાંધકામ રિપોર્ટ શંકાસ્પાદ લાગતા એસ્ટેટ વિભાગના અધિકારીએ લેખિતમાં રિપોર્ટ માંગતા ચકચાર મચી ગઇ છે અને બે વિભાગમાં કામ કરતા ઇમનદાર તથા ભ્રષ્ટ અધિકારીઓ વચ્ચેનો ટકરાવ ફરી વખત સામે આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
ત્રણેય ઝોનમાં આવેલ મનપાની મિલકતોની વિગત
સેન્ટ્રલ ઝોન
વોર્ડ નં.2 - 4
વોર્ડ નં.3 - 8
વોર્ડ નં.13 - 3
વોર્ડ નં.14 - 11
વોર્ડ નં.17 - 3
ઇસ્ટઝોન
વોર્ડ નં.4 - 00
વોર્ડ નં.5 - 4
વોર્ડ નં.6 - 3
વોર્ડ નં.15 - 3
વોર્ડ નં.16 - 3
વોર્ડ નં.18 - 00
વેસ્ટઝોન
વોર્ડ નં.1- 2
વોર્ડ નં.8 - 00
વોર્ડ નં.9 - 2