ઈમરજન્સી એક્ઝિટ પાસે બેઠેલા દીવના યુવક રમેશકુમારનો ચમત્કારીક બચાવ
છાતી, આંખ અને પગમાં સામાન્ય ઈજા થઈ, ભાઈ અલગ સીટમાં બેઠો હતો હજુ સુધી ભાળ નથી મળી
જેની ભગવાન રક્ષા કરે છે તેને કોઈ મારી શકતું નથી, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ આવું જ કંઈક બન્યું છે. ગુરુવારે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું. હવે અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં એક વ્યક્તિ બચી ગયાના સમાચાર છે. અગઈં સાથે વાત કરતા અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, પોલીસને સીટ 11અ પર એક જીવિત વ્યક્તિ મળી આવ્યો છે. તેની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી મૃત્યુઆંક વિશે કંઈ કહી શકાય નહીં. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
અકસ્માતમાં બચી ગયેલા વ્યક્તિનું નામ રમેશ વિશ્વાસ કુમાર છે. 40 વર્ષીય મુસાફરની અમદાવાદના અસારવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. છાતી, આંખો અને પગમાં ઈજાઓ ધરાવતા વિશ્વાસે જણાવ્યું કે ટેકઓફ કર્યાના ત્રીસ સેક્ધડ પછી, એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું.
રમેશ વિશ્વાસ કુમારે કહ્યું કે જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો પડ્યા હતા. હું ડરી ગયો. હું ઊભો થયો અને દોડ્યો. મારી આસપાસ વિમાનના ટુકડા પડ્યા હતા.
બ્રિટિશ નાગરિક વિશ્વાસ, થોડા દિવસો માટે તેના પરિવારને મળવા ભારત આવ્યો હતો અને તેના ભાઈ અજય કુમાર રમેશ (45) સાથે યુકે પાછો જઈ રહ્યો હતો. વિશ્વાસ, જેની પાસે હજુ પણ બોર્ડિંગ પાસ હતો, તેણે કહ્યું, જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ લાશો પડી હતી. હું ડરી ગયો. હું ઉભો થયો અને દોડ્યો. મારી આસપાસ વિમાનના ટુકડા પડ્યા હતા. કોઈએ મને પકડીને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયો.