વિમાન દુર્ઘટનામાં ચમત્કાર; બધું જ બળીને ખાખ છતાં ભગવદ્ ગીતા સુરક્ષિત
FSLની તપાસ દરમ્યાન ચમત્કારનો સાક્ષાત્કાર
પ્લેન ક્રેશની FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSL ની ટીમે દુર્ઘટના સ્થળે જઈ તપાસ કરી રહી છે. FSL ની ટીમ દ્વારા પ્લેન ક્રેશના પુરાવા લેવામાં આવ્યા.આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.પરંતુ આ અકસ્માતની રાખ અને કાટમાળ વચ્ચે કંઈક એવું મળી આવ્યું જેનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ત્યારે ભગવદ્ ગીતાને કોઈ નુકસાન થયું નથી.બચાવ કામગીરી દરમિયાન, ટીમના એક સભ્યને કાટમાળમાંથી ભગવદ્ ગીતા મળી હતી.
બધાને એ જોઈને આશ્ચર્ય થયું કે ચારે વસ્તુઓ બળીને ખાખ થઈ હતી, પરંતુ ભગવદ્ ગીતાને કાંઈ થયું ન હતુ.આ ચમત્કારિક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભગવદ-ગીતાના પુસ્તકને કાટમાળમાંથી સંપૂર્ણપણે અકબંધ સ્થિતિમાં બહાર કાઢવામાં આવી છે, આ દ્રશ્ય માત્ર અદ્ભુત નથી પણ લાખો લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક બની ગયું છે.
અંતરાત્માના અવાજથી પ્લેનમાં બેઠા નહીં અને સવજીભાઇ બચી ગયા
અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં બેઠેલા એકને બાદ કરતા મુસાફરો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા ત્યારે એક પ્રવાસી એવા હતા જેમણે આ ફ્લાઇટમાં ટિકિટ બુક કરાવી દીધી હોવા છતાં જવાનું મોકૂફ રાખી દીધું અને તેઓ બચી ગયા તે માટે સ્વામિનારાયણ ભગવાનનો આભાર માની રહ્યા છે. અમદાવાદના સવજીભાઇ ટિંબાડિયાના કહેવા મુજબ લંડનમાં રહેતા તેમના પુત્રએ એર ઇન્ડિયાની ફ્લાઇટ બુક કરાવી હતી. તે પછી તેમને સીટ નંબર સુધ્ધાં અપાઇ ગયો હતો પરંતુ અકળ અંત: સ્ફુરણા થતા ચાર દિવસ પહેલા જ ફ્લાઇટમાં જવાનું માંડી વાળ્યું હતું. મને ખબર ન હતી કે મારો આ નિર્ણય મારી જિંદગી બચાવી લેશે. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા પછી લંડનથી પુત્રએ ફોન કરીને કહ્યું કે જીવનમાં તમારા સારા કર્મોના કારણે જીવન બચી ગયું છે.