મોરબીમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા સગીરનું કરૂણ મોત
વવાણિયા ગામે પવનચક્કીમાંથી વાયરની ચોરી
મોરબીના વિશીપરામાં રહેતા ફારૂૂકભાઈ ઈસ્માઈલભાઈ સામતાણી એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનો દીકરો ઈરફાનભાઈ ઉ.17 પોતાનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાઈકલ જીજે 12 એએચ 4842 લઈને જતો હોય દરમિયાન પીપળીયા ચાર રસ્તા પાસે જી ઈ બી સ્ટેશન સામે પહોચતા પુર ઝડપે આવતી આઈ 20 કાર જીજે 01 કેકયું 1017 ના ચાલકે મોટર સાઈકલને સામેથી ભટકાડી ઈરફાનને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી
માળિયાના વવાણીયા ગામે રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુભાઈ પરમારે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વવાણીયા ગામની સર્વે નં 43 ની ખુલ્લી સીમમાં ઢુઈ તરફ આવેલ પવન ચક્કી નંબર દળ 65 સુજલોન કંપનીની પવનચક્કી માંથી કોઈ અજાણ્યો ઇસમ તાળું તોડી પવનચક્કીના ઇલેક્ટ્રિકના કોપરના કેબલ વાયર આશરે 500 મીટર જેની કીમત આશરે રૂૂ.2,25,000 ની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે.