ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સોમ-મંગળ પ્રધાનોને કાર્યાલયમાં જ રહેવા સૂચના

03:21 PM Nov 13, 2025 IST | admin
Advertisement

30મી સુધીમાં રોડ-રસ્તાની સ્થિતિનો અહેવાલ આપવા મુખ્યમંત્રીની તાકીદ

Advertisement

ગાંધીનગર ખાતે ગઇકાલે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ બેઠકમાં રાજ્ય મંત્રીમંડળને અનિવાર્ય સંજોગો સિવાય અઠવાડિયાના પ્રથમ બે દિવસ એટલે કે, સોમવાર અને મંગળવારના રોજ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા દિશાનિર્દેશો આપ્યા છે.

આ સંદર્ભે મંત્રીએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રીએ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી.આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.

વધુમાં, બધા જ પ્રભારી મંત્રીઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રીને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. રોડની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવા તથા તેના પર જરૂૂરી સુપરવિઝન રખાવી તથા ક્યાંય પણ હલ્કી ગુણવત્તા જણાયતો સંબંધિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પણ તેમણે આદેશ આપ્યા છે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ માતાઓ અને બાળકોના આરોગ્ય સંભાળ સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં બાળમૃત્યુ દર અને માતા મૃત્યુદરના ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે સુસંગત રહી શકાય તે માટે વધુ સક્રિયતા સાથે કામ કરવા પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

Tags :
CM Bhupendra Patelgujaratgujarat newsMinister's
Advertisement
Next Article
Advertisement