ઉપલેટાના સમઢિયાળાથી ભીમોરા સુધીના રોડનું ખાતમુહૂર્ત કરતા મંત્રી, ધારાસભ્ય
ઉપલેટા તાલુકાના સમઢિયાળા થી ભીમોરા સુધીના રોડના કામનું કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા તથા ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે ખાતમુર્હત રાજ્ય સરકાર ના માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ હસ્તકના 75 ધોરાજી-ઉપલેટા મતવિસ્તારમાં સમાવિષ્ટ ઉપલેટા તાલુકાના સમઢિયાળા તલંગણા લાઠ ભીમોરા રોડનું રી સરફેસ કામ તથા 6 નવા પુલ બનાવાના કામનું આજ રોજ તા.26/10/25ના રોજ કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા તેમજ આ વિસ્તારના ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યું.
આ ખાતમુર્હતના કાર્યક્રમમાં ઉપલેટા શહેર તથા તાલુકાના સંગઠનના હોદેદારો, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકા સુધરાઈ સભ્યો, સરપંચો, સામાજિક આગેવાનો તથા બહોળી સંખ્યા ઉપલેટા શહેર તથા તાલુકાના નગરજનો ઉપસ્થિત રહયા હતા. આ રસ્તાઓનું નવીનીકરણ થવાથી ઉપલેટા તાલુકાની 10,000 થી વધારે વસ્તી ને વાહન વ્યવહાર માટે વધુ સગવડતા મળશે.