પોરબંદરમાં વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરતા મંત્રી ડો.માંડવિયા
11-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા તા.ર6 સપ્ટેમ્બરનાં રોજ પોરબંદર જિલ્લાનાં પ્રવાસે આવનાર છે.
આ પ્રવાસ દરમિયાન તેઓ તા.ર6 સપ્ટેમ્બર શુક્રવારનાં રોજ ડો.વી.આર.ગોધાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને જી.એસ.ટી.સુધારણા વિષયક યુવા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ તેઓ બપોરે 12 વાગ્યે ઈશ્વરીયા ખાતે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરી હતી.
બપોરે 03.00 વાગ્યે તેઓ ચોપાટી વિલા સરકીટ હાઉસ ખાતે શહેરના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 05.00 વાગ્યે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરાવ્યું હતું.
સાંજે 05.30 વાગ્યે સુભાષનગર ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે સેવા પખાવાડીયા અંતર્ગત આયોજિત મેડિકલ કેમ્પમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 06.30 વાગ્યે સુદામા ચોકથી સોની બજાર અને ત્યાંથી સુતારવાડા વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત કરશે. ત્યારબાદ રાતે 09.00 વાગ્યે આયોજિત બખરલા ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. ત્યારબાદ રાત્રે 10.00 વાગ્યાથી પોરબંદર શહેરના વિવિધ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે.