કોડિનારના ઘાટવડ ગામે ખનીજ ચોરોને રૂા.75.23 કરોડનો દંડ
કલેક્ટરની તપાસમાં 1493126 મેટ્રીક ટન લાઇમ સ્ટોનની ચોરી થયાનું ખુલ્યું
કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડિનારના તાલુકાના ઘાટવડ ગામે ચાર ઇસમોને બિલ્ડીંગ લાઈનસ્ટોનની ખનીજ ચોરી કરવા બદલ જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે. અને આ ચારેય શખ્સોની અલગ અલગ સર્વે નંબર વાળી જમીનમાંથી કુલ 14,93,126 મેટ્રિક્ટન ખનીજ કાઢવા બદલ₹75.23 કરોડનો દંડ કરવામાં આવતા ખનીજ ચોરો ફફડાટ ફેલાયોકોડિનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલીકીના સર્વે નં-323 પૈકી 1 વાળી જમીન નામે મસરીભાઇ ભાયાભાઇ બાંભણીયા દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવેલું હોવાથી તે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-3,07,533 મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલૂમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂૂ. 15.49 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ જ રીતે, ખાનગી માલીકીના સર્વે નં-334 પૈકી 1 વાળી જમીન નામે સુલેમાન વલી ચૈહાણ તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-5,40,562 મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનુ માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂૂ. 27.24 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત, ખાનગી માલીકીના સર્વે નં-303 વાળી જમીન નામે ભાણાભાઇ ભીખાભાઇ સિંગડ તથા અન્ય દ્વારા કોઇ પણ પ્રકારની મંજુરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-3,12,924 મે.ટન ખનીજ ચોરી કરેલ હોવાનું માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂૂ.15.77 કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેમજ, ખાનગી માલીકીના સર્વે નં-301 પૈકી 4 વાળી જમીન નામે નથુભાઇ રામભાઇ પરમાર તથા અન્ય દ્વારા કોઇપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોઇ સદરહું વિસ્તારની માપણી હાથ ધરતા કુલ-3,32,107 મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેની ખનીજ કિંમત રૂૂ.16.73 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમગ્રતયા 14,93,126 મેટ્રિક ટન લાઈમસ્ટોનની ખનીજ ચોરી માટે કુલ રૂૂ. 75.23 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે તંત્ર દ્વારા નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીર કાંઠા ના જામવાળા વિસ્તારના ભલગરીયા તરીકે ઓળખાતા વિસ્તારમાંથી તેમજ કોડીનાર તાલુકાના એભલવડ ગીર હરમડિયા ગીર આલીદર, પીછવા, પીછવી ગામો સહિતના વિસ્તારોમાંથી છેલ્લા બે દાયકા દરમિયાન અબજો રૂૂપિયાની ખનીજ ચોરી થઈ હોવાનું અને આ વિસ્તારના તમામ ખાડાઓ માપવા માટે જે તે સમયે આર.ટી.આઈ કાર્યકર્તા સ્વ અમિત જેઠવા એ સરકાર સમક્ષ માગણી કરી હતી પરંતુ તે સમયે ખનીજ ખાતુ ખનીજ ચોરો પાસેથી મોટી રકમ લઈને આંખ આડા કાન કરતું હતું પણ હવે જ્યારે બે દાયકા પછી આજે કાર્યવાહી થઈ રહી છે તેમાં ભાગ બટાય થઈ ગયા પછી દંડની રકમ માત્ર જમીન માલિક ઉપર જ આવી રહી છે ત્યારે આ ભાગ બટાઈ મા સંકળાયેલા જે તે અધિકારીઓ સામે પણ પગલા લેવાય તે ઈચ્છનીય છે