ઉપલેટામાં અડધા કરોડની ખનીજચોરી ઝડપાઇ
ખનીજ ચોરી માટે સ્વર્ગ ગણાતા ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીના બનાવો બેફામ રીતે બની રહ્યા હોય ત્યારે ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણીની મોરબી ખાતે બદલી થતા તેમના સ્થાને મોરબીના નિખિલ એચ. મહેતા કે જેઓએ ચાર્જ સાંભળ્યાના માત્ર બે દિવસમાં જ અડધા કરોડ કરતાં વધારે ગેર કાયદેસર ખનીજ સાથે સાત જેટલા વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે.
ઉપલેટા શહેરના કોલકી બાયપાસ પાસે પોરબંદર હાઇવે પર વહેલી સવારે નવનિયુક્ત મામલતદાર નિખિલ એચ. મહેતાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મામલતદાર મહેતા તથા તેમની ટીમ દ્વારા પ્રથમ ટ્રક નંબર જીજે 25 ઈ 7777 ને અટકાવી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર બિલ્ડીંગ લાઈમ સ્ટોન 20 ટન મળી આવેલ ત્યારબાદ બીજા ટ્રક નંબર જીજે 10 ઝેડ 8951, ત્રીજા ટ્રક નંબર જીજે 3 એએક્સ 7598 જેમાં 20 ટન લાઈમ સ્ટોન તેમજ ચોથી ટ્રક નંબર જીજે 10 એક્સ 8818લષ 10 એક્સ 88 18 જેમાં પણ 20 ટન લાઈમ સ્ટોન ભરેલ હોય તેમજ તમામ ટ્રકોમાં 80 ટન લાઈમ સ્ટોનની પાસ કે પરમિટ ન હોવાથી ચારેય ટ્રક ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમ સ્ટોન (બેલા - પથ્થર) નું ગેરકાયદેસર રીતે વહન કરતા હોવાથી 80 ટકા પથ્થર બેલા જેની કિંમત ₹ 4.00.000 તેમજ ચાર ટ્રક કિંમત 39 લાખ મળી કુલ 43 લાખ રૂૂપિયાના જથ્થાને સીઝ કરી રાજકોટ ખાણ ખનીજ વિભાગને જાણ કરે ઉપલેટા પોલીસને હવાલે કરવામાં આવેલ હતો. બેફામ બનેલા ખનીજ ચોરો ગેરકાયદેસર લાઈમ સ્ટોન વહન કરવા માટે અને મામલતદારની આવક જાવકની ગુપ્ત માહિતી પૂરું પાડતા શખ્સો ઉપર પણ મામલતદાર નિખિલ મહેતા દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં નંબર પ્લેટ વગરની એક સ્વીફ્ટ કાર અને એક મોટરસાયકલને પણ પોલીસે ઝડપી લીધું હતું. આ તમામ 53 લાખ જેવો કુલ મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.
ઉપલેટા મામલતદાર નિખિલ એચ. મહેતા નવનીયુક્તિના હાજર થયાના બે દિવસમાં જ અડધા કરોડ કરતાં પણ વધારેની ગેરકાયદેસર ખનીજ ચોરી જપ્ત કરીને સરકારની તિજોરીમાં જમા કરાવી હતી તેમજ ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા બે વર્ષમાં આગળના મામલતદાર મહેશ ધનવાણી દ્વારા રૂૂ. 6 કરોડ કરતાં પણ વધુ મુદ્દામાલ ખનીજ ચોરી સાથે જપ્ત કરી સરકારની તિજોરીમાં જમા કરાવતા સરકારને આવક થઈ હતી. મામલતદાર નિખિલ મહેતા દ્વારા માત્ર બે દિવસમાં જ સતત ગેરકાયદેસર વહન કરતા ખનીજ ચોરી અટકાવી અડધા કરોડ કરતાં પણ વધારે રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજ ચોરી કરતા માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ગઈકાલે પણ રાતના ખાખી જાળીયા રોડ પર મામલતદાર નિખિલ મહેતા પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન દ્વારકાધીશ પેટ્રોલિયમ પાસે 40 ટન સાદી રહેતી ભરેલ ટ્રક નંબર જીજે 13 એ ડબલ્યુ 6116 નંબરના ડમ્પર ટ્રકની તપાસ કરતા ડ્રાઇવર મળી આવેલ ન હોય જેમાં દસ લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને સ્થાનિક ઉપલેટા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.માત્ર બે દિવસમાં જ 63 લાખ કરતા પણ વધારે નો મુદ્દામાલ સીઝ કરતાં ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.