ઉપલેટા પંથકમાં ફરી માથું ઊંચકતા ખનિજ માફિયા: યુવાન પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યો
ઉપલેટા અને ધોરાજી પંથકમાં ખનીજ માફીઆઓ માટે ગેરકાયદેસર ખનન સ્વર્ગ સમાન હોય ત્યારે તંત્ર ઊંઘમાં હોય અથવા તો ભ્રષ્ટ થઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે ત્યારે સુપેડી નજીક ભાદર નદીમાં ગેરકાયદેસર રેતી ભરવા માટે એક યુવક પર હુમલો કરી હાથ ભાંગી નાખતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.
ઉપલેટા નજીક આવેલા ધોરાજી તાલુકાના સુપેડી ગામ પાસેના જુના રસ્તે ભાદર નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ભરવાના મુદ્દે રેતી ભરતા અસામાજિક તત્વોએ ફરી તંત્રના કોઈપણ ડર વગર રેતીનો બ્લોક માપવા માટે ગયેલા ઉપલેટાના સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા પાંચાભાઈ બાબુભાઈ સોલંકી નામના 46 વર્ષીય દેવીપુજક યુવક પર સુપેડી નજીક આવેલ કહેવાતા રાયધરાના પુલ પાસે રહેતા ચાર જેટલા સખ્શોએ હથિયારો સાથે હુમલો કરતા પાંચાભાઈ સોલંકીનો હાથ ભાંગી નાખ્યો હતો અને તેનું ડમ્પર અને ક્રેનને પાણીમાં નાખી દીધું હતું. સુપડીના રાયધરાના પુલ પાસે રહેતા સખ્શો તેમજ અન્ય બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા અસામાજિક તત્વોમાં ખળભળાટ મચી ગયો હતો.
ઈજાગ્રસ્ત પાંચાભાઈ સોલંકીને સૌપ્રથમ ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં કરવામાં આવ્યો હતો જ્યાં યુવકની સ્થિતિ ગંભીર જણાતા શહેરની ખાનગી સ્વસ્તિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં તેના હાથમાં ઓપરેશન કરવામાં આવેલ હતું. ઈજાગ્રસ્તને શરીરના અન્ય ભાગો ઉપર પણ મૂઢમારના નિશાન જોવા મળેલા હતા. સ્થાનિક તેમજ અન્ય લોકોમાં આરોપીઓને ઝડપથી પકડી કાયદેસરની દાખલા રૂપ કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી હતી.