વિસાવદર પાસે વોંકળામાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મોત
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં એક અત્યંત ઘટના સામે આવી છે. વિસાવદર-જૂનાગઢ રોડ પર રામનાથ હોટલ નજીક આવેલા સેલુ ચેક ડેમ પાસેના પાણીના વોંકળામાં અકસ્માતે ડૂબી જવાથી એક 45 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ કરુણ ઘટના અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. વિસાવદર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અજયભાઈ કોઈ કારણોસર ચેક ડેમ પાસેના પાણીના વોંકળામાં ગયા હતા, જ્યાં અકસ્માતે તેમનો પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહ અને ઊંડાઈને કારણે તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવકનું નામ માનસીગ વસનાભાઇ ભુરીયા (ઉંમર 45) છે, જે મૂળ મધ્યપ્રદેશના ગ્વાલ મંગળી ગામનો વતની હતો. આ યુવક છેલ્લા કેટલાક સમયથી વિસાવદરના નવી ચાવડ ગામની સીમમાં રણજીતભાઈ કાંધાભાઈ ખુમાણની વાડીમાં મજૂરીકામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો.