For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓખા કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની પરીક્ષામાં પરપ્રાંતીય શખ્સ ડમી યુવાનને બેસાડી પાસ થયો

11:16 AM Jun 05, 2025 IST | Bhumika
ઓખા કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની પરીક્ષામાં પરપ્રાંતીય શખ્સ ડમી યુવાનને બેસાડી પાસ થયો

ઓખામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની જાહેર થયેલી પરીક્ષામાં ડમી પરીક્ષાર્થીને રાખી, પોસ્ટિંગ મેળવવા માટે ઉતીર્ણ થયેલા હરિયાણાના શખ્સ સામે ઓખા મરીન પોલીસ મથકમાં ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ હરિયાણા રાજ્યના જિન્દ જિલ્લાના જુલના તાલુકાના રહીશ એવા સતીશ જાપાન નામના શખ્સએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં એમ.ટી.ડી. ઓ.જી.ની પોસ્ટ માટે નોકરી મેળવવા થોડા સમય પૂર્વે જાહેર થયેલી પરીક્ષામાં હરિયાણાના નીવાલી ખાતે રહેતા મનીષ નામના એક શખ્સની મદદ લીધી હતી. જે બદલ આરોપી સતીશે મનીષને રૂૂપિયા 20,000 ચૂકવ્યા હતા.

Advertisement

આ પછી મનીષે સતીશના બદલે પરીક્ષા આપતા તે ઉતીર્ણ થયો હતો. આમ, આરોપી સતીશે તેની જગ્યાએ મનીષને પરીક્ષા અપાવીને એમ.ટી.ડી.ઓ.જી.ની પરીક્ષામાં પાસ થઈ, પોતાના અંગત લાભ માટે નોકરી મેળવવાના હેતુથી આ પ્રકારે ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું જાહેર થયું છે.

સમાન ઈરાદો પર પાડવા છેતરપિંડી કરી અને નુકસાની પહોંચાડવાના ઈરાદાથી ખોટા બનાવટી દસ્તાવેજો ઉભા કરી, તેનો ખરા તરીકે ઉપયોગ કરીને આ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. જે પ્રકાશમાં આવતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે મૂળ ઝારખંડ રાજ્યના રહીશ અને હાલ ઓખામાં રહી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશનમાં ફરજ બજાવતા સમીર દેવચરન લાગુરી (ઉ.વ. 33) ની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે બંને શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આરોપીઓની અટકાયત કરી લીધી હતી.આ પ્રકરણમાં આગળની તપાસ ઓખાના ઈન્ચાર્જ પી.આઈ. કે.એસ. પટેલ ચલાવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement