For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેઘપરમાં પરપ્રાંતીય શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

11:46 AM Oct 14, 2024 IST | Bhumika
મેઘપરમાં પરપ્રાંતીય શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત
Advertisement

મૂળ બિહાર રાજ્યના વતની અને લાલપુર ના મેઘપર ગામમાં રહીને મજૂરી કામ કરતા પર પ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે બિહાર રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામના કિશોરસિંહ માનસંગજી પિંગળની ભાડાની ઓરડીમાં રહેતા પ્રકાશ રામબાબુ પાસવાન નામના 20 વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાને ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર સિમેન્ટના પીઢિયા માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે આકાશ કુમાર રામબાબુ પાસવાને પોલીસને જાણ કરતા મેઘપર પોલીસે બનાવના સ્થળે દોડી મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

પટકાઈ પડતા અપમૃત્યુ
જામનગર નજીક સિક્કા ના દરિયામાં લાંગરેલા એક બાર્જ માં કલર કામની મજૂરી કરી રહેલા પર પ્રાંતીય શ્રમિક યુવાનનું નીચે પટકાઈ પડ્યા પછી અપમૃત્યુ થયું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સિક્કામાં આવેલી ગુજરાત એન્જિનિયરિંગ વર્કસ કંપનીમાં કામ કરતો રામવરણ જસાગ્ગુ નામના 30 વર્ષનો પરપ્રાંતિય યુવાન કે જે સિક્કા નજીકના દરિયામાં લાંગરેલા એક બાર્જમાં કલર કામની મજૂરી કરી રહ્યો હતો, જે દરમિયાન અકસ્માતે નીચે પટકાઇ પડ્યો હતો. જેથી તેને દરિયામાંથી બહાર લાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે તેની સાથે કામ કરતા જહાંગીર જુમ્માભાઈએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement