દ્વારકા નજીક અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતિય પ્રૌઢનું મૃત્યુ
11:47 AM Nov 03, 2025 IST
|
admin
Advertisement
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
Advertisement
દ્વારકા - પોરબંદર હાઈવે પર દ્વારકાથી 28 કી.મી. દૂર કુરંગા ગામ પાસે આવેલા ઓવરબ્રિજ પાસે ઊભા રહેલા દિલીપભાઈ ધર્મેન્દ્રભાઈ ઠાકુરન નામના પ્રૌઢને આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લીધા હતા. જેના કારણે તેમનો પગ શરીરથી અલગ થઈ ગયો હતો. આ રીતે દિલીપભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના કુટુંબી ભાણેજ ખીલનભાઈ રામસેવક વિશ્વકર્મા (ઉ.વ. 26, રહે. કુતિયાણા - પોરબંદર, મૂળ મધ્યપ્રદેશ)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.કે. મારુ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Next Article
Advertisement