ચોટીલા નજીકથી અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા આધેડનું મોત
કોટડાસાંગાણીના માણેકવાડામાં આધેડે ઝેરી દવા પી લેતા તબિયત લથડી
ચોટીલા નજીક આવેલા સાંગાણી ગામ પાસેથી આશરે પ0 વર્ષના આધેડ ઇજાગ્રસ્ત હાલતમા મળી આવ્યા હતા. આધેડનુ સારવારમા મોત નિપજતા પોલીસે મૃતક આધેડનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચોટીલા નજીક આવેલા સાંગાણી ગામ પાસે આશરે પ0 વર્ષના આધેડ અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમા મળી આવતા તાત્કાલીક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પોલીસે મૃતક અજાણ્યા આધેડનાં વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમા કોટડા સાંગાણીનાં માણેકવાડામા રહેતા દિનેશભાઇ અમરસિંહ પરમાર (ઉ.વ. 48 ) પોતાનાં ઘરે હતા ત્યારે સાંજનાં સાતેક વાગ્યાનાં અરસામા કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આધેડને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
