આધેડનું હૃદય રોગના હુમલાથી નિંદ્રાવસ્થામાં મોત
12:41 PM Dec 05, 2025 IST
|
Bhumika
Advertisement
જામનગર જિલ્લા ના કાલાવડ ના નજીક ના ગામ માં રહેતા એક આધેડ નું ગત રાત્રે હદય રોગ ના હુમલા માં મૃત્યુ નીપજયું હતું. કાલાવડ તાલુકા ના મોટા ભાડુકિયા ગામ માં રહેતા નિખિલભાઈ દલપતભાઈ જોશી (58) ગત રાત્રે પોતા ઘરે ફળિયા માં સુતા હતા.ત્યારે તેમને હૃદય રોગ નો હુમલો આવ્યો હતો .પરિવારજનો તેઓને સારવાર માટે કાલાવડ ની સરકારી હોસ્પિટલ માં લઈ ગયા હતા.જ્યાં તબીબી એ તપાસી ને તેમનું મૃત્યુ થયું હોવા નું જાહેર કર્યું હતું. આ અંગે મૃતક ના પુત્ર મિહિર જોશી એ પોલીસ માં જાણ કરતા પો.સબ.ઇન્સ. સી. બી. રાંકજા એ તપાસ હાથ ધરી છે.
Advertisement
Next Article
Advertisement