ગુરુજીનગર કવાર્ટરમાં બીમારી સબબ બેભાન થઇ જતાં આધેડનું મોત
શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરુજીનગર કવાર્ટરમાં બિમારી સબબ બેભાન થઇ જતા આધેડનુું મોત નીપજ્યુ હતું. આ બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ગુરુજીનગર આવાસ યોજના કવાર્ટરમાં બ્લોક નં219માં રહેતા અલ્પેશભાઇ નરેન્દ્રભાઇ વ્યાસ (ઉ.વ.53)નામના આધેડ ગઇકાલે રાત્રે પોતાના ઘરે સૂતા બાદ સવારે પરિવારજનો ઉઠાડવા જતા તેઓ જાગતા જ ન હોય પરિવાર જનો દ્વારા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જયા ફજર પરના તબિબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફ પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક અલ્પેશભાઇ ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ અને પ્રાઇવેટ નોકરી કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. બે મહિના અગાઉ તેમને કમળો થયા બાદ સારુ થઇ ગયુ હતું. બિમારી સબબ મોત નીપજ્યાનું જાણવા મળ્યુ છુે.