મોરબીના નવલખી રોડ ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતા આધેડનું મોત
12:52 PM Jul 21, 2025 IST
|
Bhumika
Advertisement
મોરબીના નવલખી રોડ ઉપર આજે એક આધેડનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
મોરબીમાં નવલખી રોડ ઉપર રોકડિયા હનુમાન મંદિર અને બહુચર ફાર્મ સામે આવેલ રેલવે ટ્રેક ઉપર આજે કાંતિભાઈ દેવજીભાઈ સરવૈયા ઉ.વ.52 નામના આધેડ ટ્રેન નીચે આવી ગયા હતા. આ કરુણ ઘટનામાં આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું બનાવને પગલે ટ્રેન થોડા સમય માટે થંભી ગઈ હતી. સ્થાનિકો અને રાહદારીઓ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. હોસ્પિટલ ખાતે રેલવે પોલીસ અને સગા સંબંધીઓ પહોચ્યાં હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Next Article
Advertisement