માળિયાના વાધરવા ગામે ટ્રેન અડફેટે આધેડનું મોત
12:14 PM Jun 13, 2025 IST | Bhumika
માનસિક રીતે અસ્વસ્થ હોવાનું ખૂલ્યું
માળીયા ના વાધરવા ગામ નજીક રેલ્વે પાટા પર ચાલતા માનસિક બીમાર આધેડ ટ્રેનની હડફેટે ચડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું બનાવની વિગત મુજબ વિરમગામ તાલુકાના થોરી થાભા ગામના રહેવાસી ખોડાભાઈ દેવાભાઈ સેનવા (ઉ.વ.51) નામના આધેડ બે માસ જેટલા સમયથી માનસિક બીમાર હતા અને બે દિવસ પૂર્વે પોતાના ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા જે આધેડ ગત તા. 11 જુનના રોજ માળિયાના વાધરવા પાસે રેલ્વે પાટા પર ચાલીને જતા હતા ત્યારે ટ્રેનની હડફેટે ચડી જતા ઈજા પહોંચતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.
Advertisement
Advertisement