માલધારી સોસાયટીમાં પુત્ર-પુત્રવઘુના ત્રાસથી આધેડનો ગળેફાંસો ખાઇ આપઘાત
ઘટના મામલે પોલીસ મૃતકના પરિવારના નિવેદન નોંધશે
રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી માલધારી સોસાયટીમાં રહેતા આધેડને તેમના પુત્ર-પુત્રવધુ સહિતના ત્રાસ આપતા કંટાળી જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ ઘટના મામલે હવે બી ડીવીઝન પોલીસનાં પીએસઆઇ એમ.એન.પીઢીયા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે. બનાવની વધુ વિગતો અનુસાર, માલધારી સોસાયટીમાં રહેતા વિજયભાઇ ભીમજીભાઇ પાધરીયા (કોળી) (ઉ.વ.45) નામના આધેડે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જો કે, ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર ર્ક્યા હતાં.
વિજયભાઇ કડીયા કામ કરતા હતા. પરિવારમાંથી મળતી વિગતો અનુસાર તેમની પત્ની ટીનુબેન, પુત્ર કિશન અને પુત્રવધુ બબુબેન સહિતનાઓ ત્રાસ આપતા અને મારકુટ કરતા હોય જેથી કંટાળી જઇ વિજયભાઇએ પગલુ ભરી લીધુ હતું. આ ઘટના મામલે બી ડીવીઝન્ પોલીસ મથકના પીએસઆઇ એમ.એન.પીઠિયા અને રાઇટર કિસનભાઇએ કાગળો ર્ક્યા હતા. તેમજ આ ઘટનાનું કારણ ગૃહકંકાસથી કંટાળી વિજયભાઇએ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું હતું.