પગાર પૂરતો ન અપાતા મનરેગાના શ્રમિકોનો કચેરીમાં ભારે હોબાળો
01:33 PM Jun 11, 2025 IST | Bhumika
જામનગર માં ચાલતા મનરેગા ના કામ માં શ્રમિકો ને પગાર પૂરતો નહી આપવા માં આવતો હોવા ના આક્ષેપો સાથે શ્રમિકો એ આજે પંચાયત કચેરી માં ભારે હોબાળો મચાવ્યો હતો.
Advertisement
જામનગર જિલ્લામાં અને ગામડાઓમાં હાલ મનરેગા હેઠળ કામગીરી ચાલી રહી છે.ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ધુતારપુર ગામ મનરેગા માં કામ કરતી મહિલા શ્રમિક ટોળું પુરતુ વળતર નહી મળતા આજે પંચાયત કચેરી એ પહોંચી હતી. અને ભારે હોબાળો મચાવી કચેરી ને ઘેરાવ કર્યો હતો.
આ મહિલા કર્મચારીઓએ એવા આક્ષેપ કર્યો હતો કે 280 રૂૂપિયા નું દૈનિક ભથું આપવાના બદલ માત્ર 40 રુપિયા જ ચુકવવામાં આવે છે. એક માસ થી વેતન મળતુ નથી ,કામની માંગણી થતી નથી. આમ મનરેગા યોજના પર કૌભાંડ ના આક્ષેપ કર્યા હતા. અહીં આશરે 200 થી વઘુ લોકો કામ કરે છે.
Advertisement
Advertisement