For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નભોમંડળમાં રવિવારે અને સોમવારે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશે

01:02 PM Nov 15, 2025 IST | admin
નભોમંડળમાં રવિવારે અને સોમવારે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશે

જામનગર શહેર જિલ્લા સહિત હાલારના નભોમંડળમાં સિંહ રાશિ ની ઉલ્કા-વર્ષા તા. 16 ને રવિવાર અને તા 17 ને સોમવાર ના રાત્રી ના આકાશ માં રહેલા સિંહ રાશીના મુખમાંથી ચારેય દિશામાં ઉલ્કાઓ ખરતી દેખાશે. મધ્ય રાત્રી બાદ આકાશમાં સિંહ રાશી ના તારાઓ વધુ ઊંચાઈ ઉપર આવશે, જેથી મધ્ય રાત્રી થી વહેલી સવાર સુધી પ્રતિ કલાકમાં 15 થી વધારે ઉલ્કાઓ ખરતી દેખાશે.

Advertisement

જોકે શહેરના લાઇટ અને પોલ્યુસન વાળા વાતાવરણથી દુર અંધારામાં આ ઉલ્કાવર્ષાનો નઝારો વધારે સારી રીતે માણી શકાશે. જ્યારે કોઈ ધુમકેતુ પોતાના સૂર્યની આસપાસના પરિભૃમણ દરમ્યાન થોડા અવશેષો છોડી અનંત યાત્રાએ નીકળે પડે છે, અને આપણી પૃથ્વી જ્યારે આ ત્યજી દીધેલ અવશેષોની નજદીકથી પસાર થાય છે, ત્યારે આ અવશેષોના થોડા કણો પૃથ્વીના ગુરૂૂત્વાકષણમાં ખેંચાઇને ઘર્ષણ અને વધુ સ્પીડને કારણે તેજ લીસોટાના સ્વરુપમાં પરીણમે છે, અને આની સંખ્યા વધારે હોય તો ઉલ્કા-વર્ષા કહેવામાં આવે છે.

સિંહ રાશિની આ ઉલ્કા-વર્ષા 55 પી.- ટેમ્પલ ટટલ નામના ઘુમકેતુને આભારી છે. આ ઉલ્કા-વર્ષા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે. ખગોળ મંડળ જામનગર દ્વારા આ ઉલ્કાવર્ષા માણવા અને નરી આંખે તેનો નઝારો નિહાળવા માટે ખગોળપ્રેમીઓ ને અનુરોધ કરવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement