લોકરક્ષક કેડરની ભરતી લેખિત પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર કરાયું
જનરલનું 120.50 માર્કસે મેરિટ અટકયું
ગુજરાત લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. જેમાં (27 ઓગસ્ટ) પોલીસ ભરતીની લોક રક્ષકનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 120.50 માર્ક્સ પર જનરલ કેટેગરીનું મેરીટ અટક્યું છે. આ મેરીટ જેટલા અથવા તેનાથી વધુ માર્ક્સ મેળવનારાઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ગત 6 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા લેખિત પરીક્ષાના ગુણો બાદ રિચેકિંગ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.
જેમાં કુલ 557 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી દરેકની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ખુલ્યું કે કેટલાક ઉમેદવારો દ્વારા OMR Sheet પર પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભૂલ થઈ હતી, જેના કારણે તેમના ગુણોની ગણતરીમાં વિલંબ અને વિસંગતતા સર્જાઈ હતી. આ ભૂલ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી શક્યતા છે.