માયાણીનગર કવાર્ટરમાં માનસિક અસ્થિર મહિલાએ જાત જલાવી
ગંભીર રીતે દાઝી જતાં સારવારમાં ખસેડાઈ
શહેરના મવડી વિસ્તારમાં આવેલા માયાણીનગર આવાસ કવાર્ટરમાં રહેતી માનસિક અસ્થિર મહિલાએ કેરોસીન છાંટી જાત જલાવી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ માણાયાણીનગર આવાસ કવાર્ટરમાં રહેતી દિવ્યાબેન છોટુભાઈ ચાવડા (ઉ.45) નામની મહિલાએ આજે સવારે પોતાના ઘરે જાતે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી લેતાં તેણે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જેને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી માલવીયાનગર પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ દિવ્યાબેનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાત જલાવનાર દિવ્યાબેન ત્રણ બહેનમાં વચેટ અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતા હયાત નથી. દિવ્યાબેન માનસિક અસ્થિર હોય જેના કારણે આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે.