ચામુંડા સોસાયટીમાં માનસિક બીમાર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
04:49 PM Feb 05, 2025 IST | Bhumika
Advertisement
કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ ચામુંડા સોસાયટીમાં રહેતા માનસિક બિમાર યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે બીડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.
બનાવની વધુ વિગત અનુસાર ચામુંડા સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રણછોડભાઈ બારૈયા (ઉ.વ.38) નામના યુવાને પોતાના ઘરેગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મુકેશભાઈ માનસિક બિમાર હતાં. અને અપરણિત હતો. તેમના માતા-પિતા મજુરી કામ કરી ઘરે આવ્યા ત્યારે પુત્ર લટકતી હાલતમાં હતો આ સમયે દેકારો થતાં પાડોશી ગીતાબેન પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કોલ કરતા બીડીવીઝન પોલીસના પીએસઆઈ એમ.એન. પીઠિયાએ કાગળો કર્યા હતાં. આ મામલે 108ના ઈએમટી પિયુષભાઈએ મુકેશને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
Advertisement
Advertisement