For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જેલમાં માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

05:25 PM Oct 11, 2025 IST | Bhumika
જેલમાં માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીનો પ્રારંભ

વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહની ઉજવણીના ભાગરૂૂપે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના સહયોગથી 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન "વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે. આ સમયગાળ દરમ્યાન બંદીવાનોના માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા વિવિધ જાગૃતિ કાર્યક્રમો, રમતોની સ્પર્ધાઓ તથા માર્ગદર્શનાત્મક વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

આ સપ્તાહની શરૂૂઆત આજ તા.10 ઓક્ટોબર 2025ના રોજ અધિક્ષક વાગિશા જોષી (આઇપીએસ)ના નેતૃત્વ હેઠળ સિનિયર જેલર બી.બી.પરમારનાઓના સંબોધનથી કરવામાં આવેલ.

ત્યારબાદ મનોચિકિત્સક ડો. હરેશ બરવાળિયા તથા ફોરેન્સિક સાયકોલોજિસ્ટ રજત એમ. મિશ્રાનાઓ દ્વારા જેલમાં માનસિક આરોગ્યની સાર સંભાળ કેવી રીતે રાખવી" વિષય પર રસપ્રદ માહિતી સાથે વ્યાખ્યાન આપવામાં આવેલ. ત્યારબાદ બંદીવાનો આનંદિત રહે તે માટે સંગીત ખુરશીનુ આયોજન કરવામાં આવેલ.

Advertisement

જેનાથી એમના મનમાં હળવાશ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થયેલ. આ સમગ્ર સપ્તાહ દરમિયાન યોજાનાર વિવિધ પ્રવૃત્તિઓમાં અત્યાર સુધી 200થી વધુ કેદીઓએ ઉત્સાહભેર ભાગ લેવા માટે નાંમાકિત થયેલ છે. વિશ્વ માનસિક આરોગ્ય સપ્તાહનું આયોજન બંદિવાનોમાં આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે જેલ પ્રશાસનનો સકારાત્મક અભિગમ રહેલ છે. આવનાર 15 ઓક્ટોમ્બર સુધી જેલમાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો, રમતોની સ્પર્ધાઓ તથા માર્ગદર્શનાત્મક વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement