શહેર ભાજપ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ
સંગઠન પર્વને પાર્ટીનો કાર્યકર્તા કાર્યક્રમ નહિ પણ ઉત્સવ બનાવી આ પર્વને ઉજવશે: ડો.ભરતભાઇ બોઘરા
ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2014માં સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની યોજના અનુસાર રાજયના માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજીની પ્રદેશ યોજના અનુસાર આજરોજ રાજકોટ મહાનગર ભાજપ કમલમ કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવેલ હતો.
આ તકે ઢોલ નગારા, શરણાઈના શૂર વચ્ચે નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો. આ તકે સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં રાજકોટ શહેર સદસ્યતા અભિયાનમાં પ્રથમ ક્રમાંકે આવે તે માટે માઈક્રોપ્લાનીંગ જરૂરી છે.
પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે આ સંગઠન પર્વને પાર્ટીનો કાર્યકર્તા કાર્યક્રમ નહિ પણ ઉત્સવ બનાવી આ પર્વને ઉજવશે. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત પ્રત્યેક ઘરનો સંપર્ક કરી મિસ્ડ કોલ કરાવી સભ્યપદ બનાવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમાજના દરેક લોકોને મળીને જોડવવા માટે અનુરોધ કરવામાં આવશે. આ અભિયાનમાં પ્રબુધ્ધ વર્ગ, ઉદ્યોગપતિઓ, ડોકટરો, વકિલો, ભૂતપૂર્વ સૈનિકો, રમતવીરો, સહકારી ક્ષેત્ર, એન.જી.ઓ. વિગેરેને મળી સદસ્ય બનાવવામાં આવશે.
આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડીયા, મનીષ રાડીયા, જયમીન ઠાકર, લીલુબેન જાદવ, પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ, સહિત આગેવાનો સાથે રાજકોટ મહાનગરના સદસ્યતા અભિયાન-2024ના સંયોજક તથા સહસંયોજક પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સહસંયોજક તરીકે શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, કાર્યકર્તા અજયભાઈ પટેલ, શૈલેષ જાની તેમજ શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ મહાનગર સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત વોર્ડવાઈઝ જવાબદારી સોંપવામાં આવેલ હોદેદારો વોર્ડ નં. 1 વિજયભાઈ પાડલીયા વોર્ડ નં.ર હરેશભાઈ કાનાણી વોર્ડ નં. 3 ભરતભાઈ શીગાળા વોર્ડ નં.4 રમેશભાઈ પરમાર વોર્ડ નં.5 પરિમલભાઈ પરડવા વોર્ડ નં.6 દલસુખભાઈ જાગાણી વોર્ડ નં.7 વિજયભાઈ ટોળીયા વોર્ડ નં.8 જયદીપભાઈ જલુ વોર્ડ નં.9 રાજદીપસિંહ જાડેજા વોર્ડ નં.10 પ્રવિણભાઈ ઠુંમર વોર્ડ નં.11 કિરીટભાઈ પાઠક વોર્ડ નં.12 મનસુખભાઈ વેકરીયા વોર્ડ નં.13 અશ્વિનભાઈ પાંભર વોર્ડ નં.14 હિતેષ ઢોલરીયા વોર્ડ નં.15 પરાગભાઈ મહેતા વોર્ડ નં.16 જીણાભાઈ ચાવડા વોર્ડ નં.17 પ્રવિણભાઈ નિમાવત વોર્ડ નં. 18 મહેશભાઈ રાઠોડને વોર્ડવાઈઝ જવાબદારી સોપવામાં આવેલ છે .
તેમજ વોર્ડના કલ્સ્ટરવાઇઝ જવાબદારી સોંપવામાં આવેલ હોદેદારો સર્વે વોર્ડ નં.1, 2,3 માં ડો.જયમનભાઈ ઉપાઘ્યાય, વોર્ડ નં.4, 5, 6 માં વલ્લભભાઈ દુધાત્રા, વોર્ડ નં.8,9,10 પુષ્કરભાઈ પટેલ તેમજ વોર્ડ નં.11,12,13 ડો. પ્રદિપ ડવ તેમજ વોર્ડ નં.7,14, 17 અશોકભાઈ ડાંગર વોર્ડ નં.15,16,18 જયમીનભાઈ ઠાકર ઉપસ્થિત રહયા હતા.