છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, સુરત, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ
રાજ્યભરમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. અનેક જીલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે જળબંબાકાર જેવી સ્થતિ સર્જાય છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7, બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 અને સુરેન્દ્રનગરના લખતરમાં 30.3 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે 14 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે.
છેલ્લા 24 કલાકમાં વાપીમાં 2.99 ઇંચ વરસાદ થયો છે. તો વાવમાં પણ 2.99 ઇંચ અને કલ્યાણપુરમાં પણ 2.99 ઇંચ વરસાદ થયો છે. ગઢડામાં 2.95 ઇંચ વરસાદ, સાયલામાં 2.80 ઇંચ અને થરાદમાં 2.72 ઇંચ અને બરવાળામાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે વઢવાણમાં 2.52 ઇંચ, ખેરગામમાં 2.09 ઇંચ, પોરબંદરમાં 2.05 ઇંચ, બોડેલીમાં 2.01 ઇંચ અને ચિખલીમાં 1.89 ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે એ સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, મહિસાગર, દાહોદ, મહેસાણા અને બનાસકાંઠામાં યલો એલર્ટ અપાયું છે.