For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉ.ગુજરાતમાં મેઘરાજાની સટાસટી, રાજકોટમાં બે કલાકમાં બે ઇંચ

03:46 PM Jul 03, 2025 IST | Bhumika
ઉ ગુજરાતમાં મેઘરાજાની સટાસટી  રાજકોટમાં બે કલાકમાં બે ઇંચ

સવારથી અનેક વિસ્તારોમાં એક ધારો વરસાદ, ઇડરમાં 6, ધાનેરામાં 5, જોડિયામાં 4, જામકંડોરણામાં 3 ઇંચ, બપોર બાદ પણ અવિરત મેઘસવારી

Advertisement

રાજકોટ સહીત ગુજરાતમાં આજે સવારથી ફરી મેઘરાજાએ ધુંવાધાર બેટીંગ શરૂ કરી હોય તેમ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસદ પડી રહ્યો હોવાથી વાહન વ્યવહાર તથા જનજીવન પ્રભાવિત થયેલ છે.
આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન રાજયના 162 તાલુકાઓમાં ઝાપટાથી માંડી 8.6 ઇંચ સુધી વરસાદ નોંધાયા બાદ આજે સવારથી ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મંડાયા છે અને બપોરેે બે વાગ્યા સુધીમાં 144 તાલુકાઓમાં ઝાપટાથી માંડી 6 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.

રાજકોટ શહેરમાં પણ આજે બપોરે 12 વાગ્યા બાદ શરૂ થયેલો વરસાદ બે કલાકમાં બે ઇંચ પાણી વરસાવી જતા શહેરના રસ્તા જળમગ્ન થઇ ગયા હતા. શહેરના સેન્ટ્રલ ઝોનમાં 49 મીમી, વેસ્ટ ઝોનમાં 46 મીમી તથા ઇસ્ટઝોનમાં 32 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે શહેરનો સરેરાશ વરસાદ 15 ઇંચ થયો છે.

Advertisement

આ સિવાય રાજયના 144 તાલુકામાં સવારના છ થી બપોરના બે વાગ્યા સુધીમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, અરવલ્લી, મહેસાણા, તાપી, પાટણ, રાજકોટ, ગીર સોમનાથ સહીતના જીલ્લામાં 0ાા થી લઇને 5ાા ઇંચ જેટલો ભારે વરસાદ પડી જતા નદીઓ ગાંડીતુર જોવા મળી હતી. ભારે વરસાદના પગલે અનેક રોડ- રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહારને ભારે અસર જોવા મળેલ. સર્વત્ર વરસાદથી અનેક જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે.

રાજયમાં ગઇકાલે આઠ ઇંચથી વધુ પાણી વરસી ગયા બાદ આજે સવારથી અનેક જીલ્લાઓમાં વરસાદ ચાલુ રહ્યો હતો. પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 0ાાથી 5ાા ઇંચ પાણી સવારથી બપોર સુધીમાં પડી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે જેમાં સાબરક્ાંઠાના ઇડરમાં સૌથી વધુ 5ાા ઇંચ વરસાદ નોંધાયો હતો.

તેમજ ધાનેરા 4ાા, જોડીયા-4, વડેગામમાં વધુ 3ાા ઇંચ તથા દાંતીવાડા-3ા, જામકંડોરણા-3, ભીલોડા-વડનગર- પાલનપુરમાં 2ાા, ડીસા-વીસનગર-જેતપુર- સિધ્ધપુર- રાજકોટ-2 અને વ્યારા-ઉંઝા-1ાા તથા મેંદરડા- દસક્રોઇ, વિસાવદરમાં 1 ઇંચથી વધુ વરસાદ અને અન્ય તાલુકાઓમાં ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

મામલતદારો-પ્રાંત અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ
એક અઠવાડિયા માટે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટ જિલ્લામાં પણ કેટલાય વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધાર વરસાદ વરસી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મામલતદારો તેમજ પ્રાંત અધિકારીઓને ક્વાર્ટર ન છોડવા અને ફીલ્ડમાં જ રહેવા સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા અગાઉથી જ કોઈપણ વિસ્તારમાં સ્થળાંતર કરવાની જરૂૂર પડે તો તેની વ્યવસ્થા, ફૂડ પેકેટ સહિતની સુવિધાઓ અંગે સૂચના આપવામાં આવી છે. સાથે જ, તંત્ર દ્વારા ડિઝાસ્ટરની ટીમ સાથે રહીને કયા વિસ્તારમાં વરસાદના લીધે કઈ રીતે કામગીરી કરવી તે અંગેનો પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને એડિશનલ કલેક્ટર આલોક ગૌતમ દ્વારા કર્મચારીઓને ક્વાર્ટર ન છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં સતત નજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement