For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર-કચ્છના માથે મેઘરાજાનું સંકટ!! પોરબંદર, દ્વારકા સહીત આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

12:59 PM Aug 28, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્ર કચ્છના માથે મેઘરાજાનું સંકટ   પોરબંદર  દ્વારકા સહીત આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Advertisement

રાજ્યમાં મેઘરાજાએ તબાહી મચાવી છે. ઠેર ઠેર પાણી અને પુરની સ્થિતિ સર્જાતા અનેક ગામોના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાતમાં આવ્યા બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું. જેના કારણે ગુજરાતભરમાં સાર્વત્રિક અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે ગુજરાતના ઉત્તર, મધ્ય, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ધીમો પડશે. પરંતુ હજુ પણ 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ યથાવત્ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દર ત્રણ કલાકે વરસાદની સ્થિતિની આગાહી કરવામાં આવે છે. ત્યારે આજે સવારે 10 વાગ્યાની આગાહી અનુસાર ડિપ્રેશન કચ્છના અખાત થઈને અરબ સાગર પહોંચ્યું છે. તેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસવાની સંભાવના વ્યકત કરી છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઅનુસાર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી સંકટ વધુ ઘેરુ બનશે. હવામાન વિભાગ અનુસાર, કચ્છ, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ત્રણ કલાકમાં દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં પણ મેઘરાજા તબાહી મચાવશે. ખાસ વાત છે કે, સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ કલાક બનાસકાંઠા અને પાટણમાં માટે ભારે બતાવવામાં આવ્યા છે. અહીં પણ વરસાદ તુટી પડશે.

Advertisement

રાજ્યમાં વરસાદને પગલે તંત્ર એલર્ટ મૉડમાં આવ્યુ છે. આજે પણ બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી વરસાદની આગાહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement