For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રથમ નોરતે સૌરાષ્ટ્રના 50 તાલુકામાં મેઘરાજા ગરબે રમ્યા

12:48 PM Sep 23, 2025 IST | Bhumika
પ્રથમ નોરતે સૌરાષ્ટ્રના 50 તાલુકામાં મેઘરાજા ગરબે રમ્યા

આહવા, મહુવા, કપરાડા, ભરૂચ, ખંભાળિયા, ધોરાજી, માંગરોળ, જાફરાબાદમાં 0॥ થી 4॥ ઇંચ વરસાદે ખૈલેયાઓને ભીંજવ્યા

Advertisement

ગુજરાતમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે જ પ્રથમ નોરતે ખૈલેયાઓને ભીંજવવાનું બાકી રહી જતુ હોય તેમ ગઇકાલે રાજ્યમાં 50 તાલુકાઓમાં મેઘરાજા ગરબે રમવા પધાયા હતા અને 0॥ થી 4॥ જેટલો વરસાદ વરસાવી દેતા ફરી એક વખત અનેક તાલુકાઓમાં ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. ગઇકાલે ડાંગના આહવામાં 4॥ ઇંચ અને ભાવનગરના મહુવામાં 3। ઇંચ, જેટલુ પાણી વરસી જતા જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી હતી.

રાજ્યમાં ગઇકાલે 50 તાલુકામાં 0॥ થી 4॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ ડાંગ જિલ્લાના આહવા ખાતે 4॥ ઇંચ, તેમજ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં 3। ઇંચ અને પલસાણા, સુબીર 3 ઇંચ, ધરમપુર, કપરાડા 2॥ ઇંચ, ઉમરપાડા, ખેરગામ 2 ઇંંચ, ભરૂચ, વઘઇ, વાપી, સોનગઢમાં 1॥ ઇંચ અને મહુવા, વાલોડ, ખંભાળિયા, વ્યારા, કામરેજ, ધોરાજી, માંગરોળમાં 1 ઇંચ તેમજ વલસાડ, લોધીકા, ખંભાળા, ગણદેવી, બગસરા, રાજુલા, ઉપલેટામાં 0॥ થી મોટા ઝાપટા સ્વરૂપે પાણી વરસી ગયું હતું. હાલ હવામાન વિભાગ દ્વારા અડધા ગુજરાતમાંથી ચુમાસુ વિદાય થઇ ગયાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ નવરાત્રિ દરમિયાન દરિયા કાંઠાના અમૂક વિસ્તારમાં ઝાપટાઓ રૂપી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગઇકાલેના વરસાદે ખૈલેયાઓની સાથોસાથ ગરબા આયોજકોને પણ ચિંતામાં મૂકી દીધા હતા.

Advertisement

ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે બપોરે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને બપોરે આશરે બે વાગ્યાના સમયે ધોધમાર વરસાદ શરૂૂ થયો હતો. આમ, ભારે ઝાપટા રૂૂપે એક ઈંચ (22 મી.મી.) પાણી પડી જતા માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. જો કે બપોર બાદ વરસાદી વિરામ રહ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ વરસાદ 22 ઈંચ થયો છે.

સૌરાષ્ટ્રમાં મોસમો કુલ વરસાદ 95%
ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે રાજ્યનો મોસમનો સરેરાશ વરસાદ 111 ટકા થઇ ચૂકયો છે. તે પૈકી સૌરાષ્ટ્રનો મોસમનો કુલ વરસાદ 95%ને પાર થઇ ગયો છે. જે ગત વર્ષ કરતા ઓછો હોવાનુ હવામાન વિભાગે જણાવ્યુ છે. રાજ્યમાં 100% ઉપર વરસાદ વરસી જતા 145 ડેમ હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જે પૈકી સૌરાષ્ટ્રના મચ્છુ-1, શેત્રુંજી, આજી-1, મધુવતી, હીરણ-1, સસોઇ સહિતના ડેમો હજૂ પણ ઓવરફલો થઇ રહયા હોવાનું સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement