છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં મેઘમહેર, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડા 6.77 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વાપીમાં 4.17 ઈંચ, ખેરગામમાં 57 2.24 ઈંચ, સુરતના માંગરોળમાં 2.05 ઈંચ, સુરતના માંડવીમાં 1.97 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.85 ઈંચ, પારડીમાં 1.77 ઈંચ, વલસાડમાં 1.34 ઈંચ અને ડાંગ-આહવામાં 1.30 ઈંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે (26મી જુલાઈ) પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગે ગઈ કાલે એલતે કે રવિવારે (27 જુલાઈ) ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે ભારે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે.