નવરાત્રિ પૂર્વે મેઘરાજાના ગરબા, 84 તાલુકામાં વરસાદ
વ્યારા 4 ઇંચ, સુરત 3॥ ઇંચ, લાઠી 2॥, નવસારી, કરજણ, જલાલપુર, વંથલી, બાબરા 2 ઇંચ વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા
રાજ્યમાં વિદાય ટાણે મેઘરાજા 84 તાલુકામાં મન મુકીને વરસ્યા હતા.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે સુરતના વ્યારામાં 4 ઇંચ, સુરત શહેર 3॥, લાઠી 2॥, નવસારી, કરજણ, જલાલપુર, વંથલી, બાબરા 2ઇંચ વરસાદ વરસી જતા અનેક શહેરોના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે નવરાત્રિ માટે તૈયાર થતા સામીયાણા અને મંડપોના કામમાં વિધ્ન આવ્યું હતું. તેવી જ રીત હજૂ પણ વરસાદી માહોલ હોવાથી ગરબા સંચાલકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યમાં ગઇલકો 84 તાલુકાઓમાં 0॥ થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. વ્યારા 4 ઇંચ, સુરત 3॥ ઇંચ, લાઠી 2॥, નવસારી, કરજણ, જલાલપુર, વંથલી, બાબરા 2ઇંચ લીલીયા, તળાજા, કામરેજ, વાઘોડીયા 1॥ ઇંચ, ઝઘડીયા, વડોદરા, જેસર, ભરૂચ, મહુવા, અમરેલીમાં 1 ઇંચ અને ડભોઇ, બાયડ, ધોલેરા, ડેડીયાપાડા, ખંભાત, જાલોદ, જૂનાગઢ, અમદાવાદ સિટી, ઉજા, કલોલ, પાલીતાણા, શિહોર, રાજુલામાં 0॥ ઇંચ અને અન્ય તાલુકાઓમાં ભારે ઝાપટા રૂપી વરસાદ વરસતા અનેક નદીઓમાં પુર જોવા મળ્યા હતા. તેમજ ડેમોમા નવા નીરની આવક થઇ હોવાનુ સિંચાઇ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
આજે પણ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાદળોના ગંજ ખડકાયેલા હોય હજૂ પણ ભારે વરસાદની શકયતા જોવાઇ રહી છે. જેના લીધે ખેડૂતો અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે.
આગામી બે દિવસ વરસાદનું યલો એલર્ટ
ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજૂ પણ વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. કાલે 84 તાલુકાઓમાં 0॥ થી 4 ઇંચ વરસાદ વરસી ગયા બાદ સૌરાષ્ટ્ર ઉપર સર્જાયેલ અપર એર સાયકલોનીક સરકયુલેશનના કારણે આવતી કાલથી તા.22 સુધી તમામ જિલ્લાઓમાં વરસાદ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. તેમજ નોરતા દરમિયાન પણ છૂટો છવાયો વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.