મેઘરાજા ગરબે રમ્યા : વરસાદના કારણે રાસોત્સવો રદ
મોડી સાંજથી જ સતત વરસાદના કારણે મેદાનોમાં પાણી ભરાઈ ગયા, ખેલૈયાઓના રંગમાં ભંગ
રાજકોટ-મોરબી-અમદાવાદ-વડોદરા-સુરત સહિતનાં સ્થળોએ સાતમા નોરતે વરસાદનું વિઘ્ન
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિદાય બાદ ફરી ચોમાસાએ જમાવટ કરતાં રાજકોટ-અમદાવાદ-વડોદરા-સુરત સહિતનાં મહાનગરો ઉપરાંત નાના મોટા શહેરોમાં અર્વાચીન અને પ્રાચીન રાસોત્સવના રંગમાં ભંગ પડયો હતો અને આયોજકોએ લાંબી રાહ જોયા બાદ ગરબાના આયોજનો સાતમાં નોરતે રદ કરવા પડયા હતાં.
રાજકોટ શહેરમાં પણ ગઈકાલે સાંજથી મેઘરાજાએ મુકામ કરતા રાત્રે 30 થી વધુ અર્વાચીન અને તમામ પ્રાચીન ગરબીઓ રદ કરવામાં આવી હતી. માત્ર માતાજીની આરાધના કર્યા બાદ રાસ ગરબા રદ કરાયા હતાં. જેના કારણે રવિવારે ગરબા રમવા માટે થનગનતા ખેલૈયાઓ નિરાશ થયા હતાં.
સાંજથી આજે વહેલી સવાર સુધી વરસાદ ચાલુ રહેતા ગરબાના ગ્રાઉન્ડો તેમજ પાર્કીગ સ્થળોમાં પાણી ભરાઈ ગયા હતાં. ગુજરાતમાં નવસારી સહિતના અમુક સ્થળોએ વાવાઝોડા સાથે વરસાદ પડતાં સમિયાણા પણ ઉડયા હતાં.ગુજરાતમાં હાલ અનેક શહેરોમાં મેઘરાજા ત્રાટક્યા છે. નવરાત્રિમાં વરસાદ પડતા મોટાભાગના મા ના ગરબા ગઈરાત્રે રદ કરાયા છે.
રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં સાતમા નોરતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો હતો. વરસાદના કારણે પાર્કિંગ તેમજ અન્ય વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે આજના ગરબા રદ કરાયા છે. ગરબા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી ગ્રાઉન્ડ બચાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ખેલૈયાઓને મુશ્કેલીના પડે તે માટે આયોજકોએ આ નિર્ણય લીધો હતો.
મોરબીથી અમારા પ્રતિનિધિ સંદીપ વ્યાસનો અહેવાલ જણાવે છે કે મોરબીમાં છ નોરતા ટનાટન ગયા બાદ આજે સાતમા નોરતે મેઘરાજા પધાર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ બાદ આજે સાંજના 7:30 વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં ઝાપટા શરૂૂ થયા છે. જેને કારણે રોડ-રસ્તા પાણી પાણી થઈ ગયા છે. હાલ તો નવરાત્રીને પગલે લોકો વરસાદનું વિઘ્ર ન આવે તેવી આશા રાખી રહ્યા છે. તો બીજી તરફ આવતીકાલથી બે દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી પણ જાહેર કરી છે. તેવામાં હવે નવરાત્રીના આયોજકોમાં પણ ચિંતાના વાદળ છવાયા છે.
મોરબી મા 11 મીમી, માળીયા 19 મીમી, વાંકાનેર 11, હળવદ 9, ટંકારા 10, વરસાદ પડીયો છે, વરસાદને પગલે ખેલૈયાને રમવાના અરમાન પર પાણી ફરીયુ છે વરસાદના પગલે આજે પાટીદાર ને સનાતન નવરાત્રી બંધ રાખીયાની અજય લોરીયા એ જાહેરાત કરી હતી. શહેરની અન્ય ગરબી ઓ વરસાદને લીધે બંધ રહી હતી