For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ શહેર-જિલ્લાની ફેમિલી કોર્ટમાં 13મી ડિસેમ્બરે યોજાશે મેગા લોક અદાલત

04:49 PM Nov 19, 2025 IST | Bhumika
રાજકોટ શહેર જિલ્લાની ફેમિલી કોર્ટમાં 13મી ડિસેમ્બરે યોજાશે મેગા લોક અદાલત

ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.13/12/2025 શનિવારના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મથકો ખાતેની તમામ ફેમિલી કોર્ટમાં રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2025 ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતને સફળ બનાવવા માટે રાજકોટ ફેમીલી કોર્ટના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ જજ જી.ડી. યાદવના નેતૃત્વમાં રાજકોટ, ગોંડલ, જસદણ, જેતપુર અને ધોરાજી કોર્ટમા ચાલતા ભરણપોષણ અને લગ્ન જીવનના તકરારી કેસો રાષ્ટ્રીય લોક અદાલતમા મુકવામા આવશે અને જયુડીશ્યલ ઓફીસરોની દેખરેખમા વકીલો અને કાઉન્સેલર, ફેમીલી કોર્ટ દ્વારા પક્ષકારોનુ કાઉન્સેલીંગ કરી પક્ષકારો વચ્ચે ચાલતી તકરારોનુ નિરાકરણ લાવવા પુરતા પ્રયત્નો કરી પક્ષકારોને ઝડપી ન્યાય મળે અને તેમના કેસોનો નિકાલ થાય તેવા પુરતા પ્રયત્નો કરવામા આવશે.

Advertisement

જેથી ફેમીલી કોર્ટ, રાજકોટ તથા તાલુકા ફેમીલી કોર્ટ, ગોંડલ, જસદણ, ધોરાજી અને જેતપુરની ફેમીલી કોર્ટમા ચાલતા કેસોના પક્ષકારોને આ રાષ્ટ્રીય લોક અદાલતમા હાજર રહેવા તથા લોક અદાલત સંબંધી માહીતી મેળવવા માટે લીગલ શાખા, ફેમીલી કોર્ટ, રાજકોટનો સંપર્ક ક2વા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement