જંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠક
સમીક્ષા બાદ સરકારમાં સમગ્ર રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાશે
સ્થાનિક લેવલે જંત્રીદરની વાંધા અરજીઓની સમીક્ષા કરવા માટે કલેકટરની અધ્યક્ષતામાં સમીતી બનાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 850થી વધારે વાંધા અરજીઓ આવેલી છે. જેનો રિપોર્ટ સરકારમાં કરવા માટે સોમવારે કલેકટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે.
રાજ્ય સરકાર દ્વારા જંત્રી વધારાના લઇ વિવિધ વિસ્તારોમાં વાંધા સુચનો મગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જિલ્લા લેવલે કલેકટરની અધ્યક્ષમાં કમિટી બનાવવામાં આવી છે. અરજીઓ પર સમીક્ષા કરવામાં આવશે. જિલ્લા લેવલે સમીક્ષા પૂર્ણ થયા બાદ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે જેને લઇ રાજકોટ શહેર અને જિલ્લામાં 850 વાધા અરજીઓ સામે આવી રાજકોટ કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કમિટીની બેઠક આગામી સોમવારના રોજ સાડા ત્રણ કલાકે કલેકટર ઓફિસ ખાતે યોજાશે જેમાં. વાંધા અરજીઓ ઉપર સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ સોંપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરો. મનપા, ન.પા, યુડીએ અને ગ્રામ્ય કક્ષાએ સમિતિની સભ્યો સહિત સમિતિમાં મનપાના 7, નપા, ઞઉઅના 6 સભ્યો અને ગ્રામ્ય કક્ષાની સમિતિમાં કુલ 5 સભ્યો આ બેઠકમાં હાજર રહેશે. જેમાં જંત્રી વિવાદ,જંત્રીની ક્ષતિઓ સહિત પર સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે.