મોરબીમાં નવરાત્રીના અનુસંધાને જાહેર સલામતી માટે યોજાઇ બેઠક
ગાઇડલાઇનનું પાલન કરવા આયોજકોને સૂચના
મોરબી પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ મોરબી મહાનગરપાલિકા તરફથી ચીફ ફાયર ઓફિસર તથા વિવિધ નવરાત્રીના આયોજકોની હાજરીમાં મોરબી શહેરમાં આગામી નવરાત્રી -2025 ના આયોજન અને હંગામી પર્ફોમન્સ લાઇસન્સ તેમજ જાહેર સલામતી અંગેની મિટિંગ રાખવામાં આવેલ હતી.
જેમાં માણસોની ક્ષમતા પ્રમાણે એન્ટ્રી અને એક્ઝિટ રાખવા, જરૂૂરિયાત મુજબની પાર્કિંગ માટેની જગ્યા ફાળવવી, નિયમ મુજબના ફાયર સેફટીના સાધનો રાખવા તથા FIRE NOC મેળવવા વઘુમાં કોઈ પણ ઇમરજન્સી માટે મેડિકલ કીટ અથવા મેડિકલ ટીમ રાખવા જેવા વિવિધ મુદ્દાઓની સૂચનાઓ આપવામાં આવેલ હતી.
હંગામી ફાયર સેફટી સર્ટિફીકટ મેળવવા માટે લીષરશયિતફરયિુંભજ્ઞા.શક્ષ વેબ સાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.જે બાબતે દેવેન્દ્રસિંહ જાડેજા,ચીફ ફાયર ઓફીસર દ્રારા ફાયર સેફટી સર્ટિફીકેટ મેળવવા તેમજ ફાયર સેફટી માટે આયોજકોને માહિતગાર કરવામાં આવ્યા. આયોજક દ્રારા જરૂૂરી કાગળો જમા કરાવ્યા બાદ તેમજ લાગુ પડતાં વિભાગો પાસેથી સ્પષ્ટ અભિપ્રાય આવ્યા બાદ જ હંગામી મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ આપવામાં આવશે. જે આયોજકોની અરજી કરવાની બાકી હોય તેઓએ વહેલામાં વહેલી તકે જરૂૂરી કાગળો સાથે મોરબી પ્રાંત કચેરીમાં અરજી કરવામાં જણાવ્યું હતું