For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં મેડિકલ છાત્રનો આપઘાત

12:36 PM Sep 27, 2025 IST | Bhumika
જામનગરમાં મેડિકલ છાત્રનો આપઘાત

જામનગર ના મેડિકલ કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલૂકા ના વતની તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાની હોસ્ટેલના રૂૂમમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જેમાં ઉછીતા પૈસા લેવાનો મામલો અને પિતાનો ઠપકો કારણ ભૂત હોવાનું સામે આવ્યું છે.

Advertisement

મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણા ગામના વતની અને હાલ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના મેડિકલ કેમ્પસના ક્વાર્ટર નંબર સી-21 ના રૂૂમ નંબર એકમાં રહેતા અને મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના અભ્યાસ કરતા વિવેક રણછોડભાઈ પરમાર નામના 20 વર્ષના તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાના રૂૂમમાં છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે બનાવ અંગે મૃતકના પિતા રણછોડભાઈ ઝીણાભાઈ પરમાર દોડી આવ્યા હતા, અને પોલીસને જાણ કરી દેતાં સીટી બી. ડિવિઝનના પીએસઆઇ કે. એન જાડેજા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી. ગયા હતા, અને વિદ્યાર્થીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન તબીબી વિદ્યાર્થી યુવાને પોતાના મિત્રો પાસેથી હાથ ઉછીના રૂૂપિયા લીધા હતા,ન જે બાબતે ગઈકાલે ઉતેણે પોતાના પિતાને જાણ કરતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો, જેથી તેને મનમાં લાગી આવ્યું હતું અને આત્મહત્યાનું? પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement