ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં બીમારીથી કંટાળી તબીબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત

11:44 AM Apr 19, 2025 IST | Bhumika
Advertisement

શહેરના વિદ્યાનગરમાં સમરસ હોસ્ટેલમાં એક છાત્રાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું છે. હોસ્ટેલના પાંચમાં માળે રહેતી છાત્રાએ અચાનક જીવન ટૂંકાવી લેતા સાથી વિદ્યાર્થિનીઓ હતપ્રત થઈ જવા પામી છે. વિધાર્થીની એ બીમારી સબબ કંટાળી જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું

Advertisement

મુળ છોટાઉદેપુરની વતની અને હાલ ભાવનગર સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ત્રેવીસ વર્ષીય રાઠવા મૃણાલીબેન મહેન્દ્રભાઈ એ હોસ્ટેલમાં પાંચમાં માળે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
હોસ્ટેલના 512 નંબરના રૂૂમમાં એકલતાનો લાભ લઈ વિદ્યાર્થીની એ પંખે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા, સાથી વિધાર્થિનીઓ તેમજ હોસ્ટેલના સંચાલકો દોડી આવ્યા હતા અને આ અંગે નિલમબાગ પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવતીની લાશને પીએમ ખાતે ખસેડાઈ હતી.

આ મામલે પ્રાથમિક તપાસમાં યુવતી હોમિયોપથી માં અભ્યાસ કરતી હોય અને બીમારીથી કંટાળી જીવન ટૂંકાવી લીધાનું સામે આવ્યું છે. ભાવનગર ખાતે રહી અભ્યાસ કરતી મીનાબેન એ એકાએક જીવનનો અંત આણતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. મૃતક મૃણાલીબેન હોમીઓપેથીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. આ બનાવથી સાથી છાત્રાઓ હતપ્રત થઈ જવા પામી છે.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat newsMedical studentSamaras Hostelsuicide
Advertisement
Next Article
Advertisement