ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મેડિકલ મિરેકલ, દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું

05:02 PM Oct 28, 2025 IST | admin
Advertisement

ગુજરાતના સુરત શહેરમાં એક એવો ચમત્કાર થયો છે, જેણે ડોક્ટરોને પણ ચોંકાવી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીના ધબકાર સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા. ડોક્ટરોએ તેને બચાવવાના તમામ પ્રયાસ કર્યા પરંતુ અસફળ રહ્યા અને બાદમાં દર્દીને મૃત જાહેર કરી દીદો. પરંતુ, આશરે 15 મિનિટ બાદ તેનું હૃદય ફરીથી ધબકવા લાગ્યું. આ ઘટના હવે આખા સુરતમાં ચર્ચાનો વિષય બની છે.

Advertisement

મળતી માહિતી મુજબ, અંકલેશ્વર નિવાસી 45 વર્ષીય રાજેશ પટેલને ગંભીર સ્થિતિમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ડોક્ટરે જણાવ્યું કે, તેને ગંભીર હાર્ટ ફેલ્યોરની સમસ્યા હતી. સારવાર દરમિયાન અચાનક તેનું હૃદય બંધ થઈ ગયું અને ઈસીજી મોનિટર પર સીધી લાઇન દેખાવા લાગી. ટીમે CPR અને દવાઓ દ્વારા તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળી. ત્યાર બાદ ટીમે રાજેશ પટેલને મૃત જાહેર કરી દીધો.
ચોંકાવનારી વાત એ છે કે, આશરે 15 મિનિટ બાદ એવું થયું જેની કોઈ આશા જ નહતી. મોનિટર પર અચાનક હાર્ટબીટ દેખાવા લાગી અને દર્દીના શરીરમાં હલન-ચલન શરૂૂ થયું. હાજર ડોક્ટર્સે તુરંત જ રાજેશને ફરી ICU માં શિફ્ટ કરી અને સારવાર શરૂૂ કરી દીધી.

સુરત સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડો. ઉમેશ ચૌધરીએ કહ્યું કે, મારા 30 વર્ષના કરિયરમાં મેં પહેલીવાર આવું જોયું કે, સ્ટ્રેટ લાઇન દર્દીના ધબકારા આપમેળે ફરી પાછા શરૂૂ થઈ ગયા હોય. આ મેડિકલ સાઇન્સમાં ખૂબ જ દુર્લભ ઘટના છે. જોકે, દર્દીની સ્થિતિ હજુ પણ ખૂબ નાજુક છે અને તેમને ઈંઈઞ માં વિશેષ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newssuratsurat news
Advertisement
Next Article
Advertisement