વિવિધક્ષેત્રે યોગદાન આપનાર 11 મહાનુભાવોને અપાશે ‘મેયર એવોર્ડ’
જયેશ ઉપાધ્યાય, શિવલાલભાઇ આદ્રોજા, પારસભાઇ મોદી, ભરતભાઇ સુરેજા, ભરત યાજ્ઞિક, ડો.લલિત ત્રિવેદી, નેહાબેન ઠાકર, ડો.અનામિક શાહ, ગીજુભાઇ ભરાડ, મનસુખભાઇ વસોયા તથા દિલીપભાઇ ત્રિવેદીની કરાશે કદર
રાત્રે 8:00 કલાકેકવિ રમેશ પારેખ રંગ દર્શન, રેસકોર્ષ ખાતે વિવિધ ક્ષેત્રમાં મહત્વકપૂર્ણ યોગદાન આપનાર શહેરના મહાનુભાવોને પ્રતિષ્ઠિ8ત ‘મેયર એવોર્ડ’ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાનેથી એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવો ઉપસ્થિદત રહેશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ કેબિનેટ મંત્રી તથા રાજકોટ શહેર પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ્દ હસ્તે કરવામાં આવશે.
જયેશભાઈ ઉપાધ્યાય (સમાજ સેવક)
ગરીબોના જઠરાગ્નિ ઠારનાર, અબોલ પશુપંખીઓનો સાદ સાંભળનાર નિવૃત પેન્શનરોને મનોરંજન, પ્રવાસ, વગેરે દ્વારા પ્રવૃત કરનાર,દિન દુ:ખિયાના આંસુ લુછનાર અને "સુખની મહેફિલમાં તું સહુને નોંતરજે, જમજે અશ્રુને થાળ એકલો" (મેઘાણી)ને જીવનમાં આત્મસાત કરી છે એવા અનેરા વ્યક્તિત્વના ધણી જયેશભાઈ ઉપાધ્યાયના વ્યક્તિત્વની ઝાંખી કરીએ તો આજથી ત્રણ દાયકા પહેલાની વાત છે. તા.29/05/1991ના રોજ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. સમી સાંજે શેરીમાં એક મિત્ર વર્તુળ હતા ત્યારે એક વૃધ્ધ ડોશીમાં પોતાની ઉંમરને આધીન થઈ એક પગની આશા ગુમાવી બેસે છે અને માનવી જરૂૂરીયાતોની પોટલી છે. પળે પળે જરૂૂરીયાતો ઉત્પન્ન થાય છે. ત્યારે આ વૃધ્ધ ડોશીમાંને એક ’વોકર’ની જરૂૂરીયાત ઉત્પન્ન થાય છે અને આ વેદના જયેશભાઈ ઉપાધ્યાય અને તેના મિત્રવર્તુળ દ્વારા સંતોષી શકતા નથી. ત્યારથી આ મિત્રવર્તુળ એમ હનુમાનજીના મંદિર આધીન બોલબાલા ટ્રસ્ટની સ્થાપના કરેલી અને આ ટ્રસ્ટનું બેન્ક બેલેન્સ 51 રૂૂપિયાનું હતુ.
આવી વિકટ પરીસ્થિતિમાં કઈ રીતે મદદ કરવી તે જયેશભાઈ માટે વિચારનો પ્રશ્ન બની રહ્યો. આવા મુશ્કેલીના સમયમાં પણ હિંમત હાર્યા વગર દરેક લોકોની વેદના, વ્યથા તથા મુશ્કેલીઓ પાર પાડવા માટે સતત પ્રયત્ન કરતા રહયા અને સમાજના લોકોને દિન પ્રતિદિન ઉપયોગી બનતા રહયા. બોલબાલા ટ્રસ્ટના મુખ્ય આધાર સ્તંભ સભ્ય સમાન જયેશભાઈ પુર્વકાલીન સેવાના ભેખધારી છે. કારણ કે તેમની પાસે એક રૂૂપિયો પણ ન હતો ત્યારે પણ તેમણે લોકોની સેવા કરી હતી. જે સાચા અર્થમાં ’માનવ સેવા એજ પ્રભુ સેવા’ સુત્રના તાતણે સંકળાય છે અને આ વિકટ કાર્યનું ઉદેશ્ય પાર પાડેલું. જે સમાજમાં આજે એમ મોભાનું સ્થાન ઉભું કરેલું બોલબાલા ટ્રસ્ટ માટે એક હદયની લાગણી અનુભવીએ છીએ. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા શહેરીજનોને આ સુપ્રસિદ્ધ બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્તુનત ભવ્ય બોલિવુડ મ્યુઝિકલ નાઈટમાં યોજાનાર મેયર એવોર્ડ કાર્યક્રમ માણવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
(2) શિવલાલભાઈ આદ્રોજા (ઉદ્યોગપતિ)
ઉદ્યોગપતિ શિવલાલભાઇ આદ્રોજાએ જણાવ્યુ કે, મારો ઉદ્યોગસાહસિક પ્રવાસ વર્ષ 1987માં શરૂૂ થયો, જ્યારે હું મારા જન્મસ્થળ મોરબીમાંથી રાજકોટ આવ્યો. ઈજનેરી અને મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં કંઈક અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ સર્જવાની દ્રષ્ટિ સાથે હું આગળ વધ્યો હતા. મહેનત, ઈમાનદારી અને નવીનતામાં વિશ્વાસ રાખીને, મે રાજકોટના અટિકા વિસ્તારમાં એક નાની મોટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી - અને તેનું નામ આપ્યું "એન્જલ મોટર્સ."
જેમ જેમ અમારી હાજરી અને કુશળતા વધી, તેમ મેં સ્વાભાવિક રીતે એક આગળનું પગલું ભર્યું - મોટરથી પંપ ઉત્પાદનમાં વિસ્તરણ કર્યું. અમે સેન્ટ્રિયુગલ પંપથી શરૂૂઆત કરી અને ધીમે ધીમે રિજેનેરેટિવ, ઓપન-વેલ અને બોર-વેલ સબમર્સિબલ પંપ સુધી વિવિધતા વધારી - જે અમારી ઇન-હાઉસ મોટર ડિવિઝન દ્વારા સમર્થિત હતી. સમય જતાં, મારા ત્રણ પુત્રો -અશ્વિન, કિરીટ અને નરેન્દ્ર - વ્યવસાયમાં જોડાયા, જેમણે નવી ઊર્જા અને નવી વિચારો સાથે "એન્જલને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ એક વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી, વધતી માંગને પહોંચી વળવા, અમને મજબૂત મેન્યુફેક્ચરિંગ માળખાની જરૂૂરિયાત અનુભવી. જૂન 2009થી ઑક્ટોબર 2010 વચ્ચે, અમે એક વિશાળ વિસ્તરણ પ્રોજેક્ટ હાથ ધર્યો - જેમાં 1,00,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધા મેટોડા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક, રાજકોટ ખાતે સ્થાપી.
(3) પારસભાઈ મોદી (જીવદયાપ્રેમી)
પારસભાઇના કહેવા મુજબ જીવદયા ગ્રુપ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના હેઠળ વર્ષમાં એક વખત રાજકોટ શહેરની આજુબાજુ ની ગૌશાળાઓ તથા પાંજરાપોળમાં દાતાઓનાં સહયોગથી ઘાસચારો અર્પણ કરીએ છીએ. દાતાઓના સહકારથી તેમજ એનિમલ હેલ્પલાઇન અને જીવદયાગ્રુપ સાથે રહીને સંયુક્ત ઉપક્રમે સમગ્ર ટીમ સાથે રહીને વર્ષમાં 2 વાર ચકલી ના માળા પક્ષીના કુંડાનું વિતરણ.
મકાઈ સેવા ગ્રુપ ના બહેનો તથા ભાઈઓ ની ટીમ સાથે દાતાઓના સહકારથી 50 જેટલા ભાઈઓ બહેનોની ટીમ દ્વારા દર રવિવારે મકાઈના ડોડા ખિસકોલીઓને પક્ષીઓને ચણ કીડીઓને કિરીયારુ અને શ્વાનોને દૂધ રોટલી, ગૌ માતાઓને રોટલી અર્પણ કરવામાં આવે છે. શ્વાનોને દાતાઓના સહકારથી દરરોજ 50 જેટલી રોટલી શ્વાનો માટે સેવા કરતી સંસ્થાઓને અર્પણ કરવામાં આવે છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ 22 વહાલુડીના વિવાહ ટીમમાં શરૂૂઆતનાં સમયથી કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યો છું. 14 જાન્યુઆરી એ અબોલ જીવો માટે સેવા કરતી સંસ્થાઓ જેવી કે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન, બાપાસીતારામ ગૌ સેવા મંડળ, શ્રી જનસેવા ટ્રસ્ટ, કલરવ ગ્રુપ વગેરે માટે અનુદાન એકઠું કરવા માટે સેવાઓ આપીએ છીએ.
(4) ભરતભાઈ સુરેજા (પર્યાવરણપ્રેમી)
નેચર એન્ડ એડવેન્ચર કલબ, રાજકોટ 1983 માં 2જીસ્ટર થયેલ સંસ્થા છે. જેઓ પ્રાકૃતિક અને પર્યાવરણીય પ્રવૃત્તિ સાથે ભરતભાઈ બાવનજીભાઈ સુરેજા શરૂૂઆતથી આ સંસ્થા સાથે જોડાયેલ છે તથા વર્ષ 2012 થી ભરતભાઈ બાવનજીભાઈ સુરેજા આ સંસ્થામાં પ્રમુખ તરીકે કાર્યરત છે. સંસ્થા દ્વારા કરવામાં આવતી જુદી જુદી પ્રવૃત્તિઓ જોઇએ તો પર્યાવરણીય મિત્ર એવોર્ડ: ગુજરાત વન વિભાગ, રાજ્ય કક્ષાના વન મહોત્સવ-2021. રાજય કક્ષાનો કલાઈમેટ ચેન્જ એવોર્ડ, ગાંધીનગર 2025-26 મુળુભાઈ બેરાના હસ્તે. વૃક્ષારોપણ : અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વૃક્ષોનો ઉછેર કરેલ છે. વનસ્પતિ પરિચય કેમ્પ : પ્રતિ વર્ષ 20 થી 25. બીજ વિતરણઅરલું, ડીકામારી, નેવરી, ખેર, ગ્લેરીસીડીયા, અપરાજીયા, પારીજાત, સિંદુરી, બહેડો, પબડી (જંગલી બદામ), કાકચિીયા, કડાયો, મુજકુંડ, ગુંદા, લાલ-સફેદ સેમળા, જંગલ જલેબી, હરડે, સીસમ, મહુંડો (આ વર્ષે 50 હજારથી વધુ બીજનું વિતરણ તેમજ અત્યાર સુધીમાં 7.5 લાખથી વધુ બીજનું વિતરણ. લુપ્ત થતા અને ઓછા જોવા મળતા વનસ્પતિના બીજ કલેકશન કરવું અને વાવેતર કરવા. સાત્વિક વન ભોજન : આશરે વર્ષમાં 12 વખત. પર્યાવરણ પાઠશાળા: ઓકસીજન પાર્કમાં સ્કુલ કોલેજના બાળકોની વિઝીટ (આશરે 10 હજાર વિદ્યાર્થીઓ દર વર્ષે). એડવેન્ચર કેમ્પ : 42 વર્ષથી દર વર્ષે માઉન્ટ આબુમાં 50 થી 60 બાળકોને ટ્રેનીંગ. આર્યુવેદિક નિષ્ણાંતોની વારંવાર મુલાકાત. રોપા વિતરણ : દર વર્ષે 3 થી 4 વખત, પ્રતિ વર્ષ અંદાજે 3,000 રોપા વિતરણ. ચકલી ઘર વિતરણ : 2009 થી અત્યાર સુધીમાં 6,60,000 ચકલી ઘરનું વિતરણ. ખેડુત સંવાદ: વર્ષમાં 6 થી 8 વખત. ઘર આંગણે કિચન ગાર્ડન બનાવવા માટે માર્ગદર્શન. ઓર્ગેનિક ખેતી માટે જાગૃતિ, જુંબેશ, પ્રચાર-પ્રસાર.
(5) ભરતભાઈ યાજ્ઞિક (નાટ્યકાર/નાટ્ય ક્ષેત્ર)
નામ:- ભરત પ્રેમશંકર યાજ્ઞિક, જન્મ તારીખ : 03 નવેમ્બર 1943, આકાશવાણીના પૂર્વ વરિષ્ટતમ ઉદ્ઘોષક. ( 1962 થી 2003) ગુજરાતી ભાષાના એક માત્ર ટોપ ગ્રેડ રેડિયો નાટ્ય કલાકાર. 1950 થી નાટ્ય ક્ષેત્રે પ્રવૃત, 70 થી વધુ નાટકોનું નિર્માણ, નિર્દેશન, અભિનય, ભારતભરમાં નાટ્ય પ્રસ્તુતિ. 22 પુસ્તકોનું લેખન, પ્રકાશન, 13 પુસ્તકોને વિવિધ પારિતોષિકો. ગુજરાત સંગીત નાટક અકાદમી, ગુજરાતી ફિલ્મ એવોર્ડ કમિટી, પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર (ઉદયપુર)ના પૂર્વ સદસ્ય. શ્રેષ્ઠ દિગ્દર્શક, અભિનેતા, નાટ્ય લેખન માટે 26 રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પુરસ્કારો. ગુજરાત ગૌરવ પુરસ્કાર હનુમંત નટરાજ એવોર્ડ (મોરારી બાપુ) કલા સારથી એવોર્ડ (શ્રી શ્રી રવિશંકર) 11 આકાશવાણી વાર્ષિક પુરસ્કાર. ત્રિવેણી નાટ્ય સન્માન. દુર્ગા ધામ એવોર્ડ. પરશુરામ એવોર્ડ. (અભય ભારદ્વાજ સ્મૃતિ)
(6) ડો.લલિત ત્રિવેદી (સાહિત્યકાર)
નામ:- લલિત પ્રભુલાલ ત્રિવેદી, જન્મ તારીખ : 09-08-1947, વ્યવસાય : તબીબ , કાવ્યસંગ્રહો : (1) 1990 - ‘પર્યંત (2)2008 - અંદર બહાર એકાકાર (3) 2013 - બીજી બાજુ હજી મેં જોઈ નથી (4) 2018 - બેઠો છું તણખલા પર (5) 2024 - અવળી ગંગા તરી જવી છે પારિતોષિકો : 1999-‘કવિલોક’ નું ‘હિમાંશુ બાબુલ પારિતોષિક 2004-પરબ’શ્રેષ્ઠ કાવ્ય (કવિશ્રી ન્હાનાલાલ અને શ્રી રા.વિ.પાઠક પારિતોષિક ) 2008-કાવ્યસંગ્રહ અંદર બહાર એકાકાર’ માટે ગુજરાતી સાહિત્ય અકાદમીનું દ્વિતીય, પારિતોષિક, 2013-14-પ્રતિષ્ટિત સામયિક નવનીત-સમર્પણ દ્વારા અપાતું ‘ સમર્પણ સન્માન, 1-3-2015 -ગઝલ સંગ્રહ ‘ બીજી બાજુ હજી મેં જોઈ નથી’ માટે 2013 માટે નર્મદ સાહિત્ય સભા દ્વારા એનાયત થતો ‘ મનહરલાલ ચોકસી એવોર્ડ, 2018-બેઠો છું તણખલા પર ગુજરાતી સાહિત્ય દ્વારા અપાતું શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટેનું દિલીપ મહેતા પારિતોષિક, 2024- પાંચમો ગઝલ સંરહ અવળી ગંગા તરી જવી છે
(7) નેહાબેન ઠાકર (સમાજ સેવિકા)
જાન્યુઆરી 2013માં સેતુ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. સેતુ ડીફરન્ટલી એબલ્ડ બાળકો માટે નિશુલ્ક કાર્ય કરે છે. સેતુનો મુખ્ય ધ્યેય બાળકોને વોકેશનલ ટ્રેઈનીંગ આપીને પગભર કરવાનો છે. હાલમાં 25 બાળકો આ ટ્રેઈનીંગનો લાભ રહી રહ્યા છે. સંસ્થા જૈન બાલાશ્રમ, 8 રજપુતપરા ખાતે કાર્યરત છે. વર્ષ દરમીયાન કરવામાં આવતા વોકેશનલ ટ્રેઈનીંગનાં પ્રોજેકટની યાદી. શિયાળામાં જીંજરા, વટાણા, માંડવી, તુવેરા લેબર ચાર્જ લઈને ફોલી આપવામાં આવે છે. ટ્રેડીશનલ અને રીલીજીયસ વિવિધ ડીઝાઈનોની રાખડી બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. ઈકો ફ્રેન્ડલી ગણેશનું વેચાણ: માતાજીનાં માટીનાં ગરબાનું વેચાણ, દીવાળીનાં તહેવાર દરમીયાન હોમ ડેકોર માટે તોરણ, હેગીંગ્ઝ, દીવા, સાથીયા, પગાલા, શુભલાભ જેવી વસ્તુઓ બાળકો દ્વારા બનાવીને વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમીયાન વિવિધ એક્ઝીબીશનમાં ભાગ લઈને વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. આ વિવિધ પ્રોજેક્ટમાંથી મળતો નફો સેતુનાં રેગ્યુલર બાળકો વચ્ચે વહેંચવામાં આવે છે. વર્ષ દરમીયાન આખા રાજકોટનાં ડીફરન્ટલી એબલ્ડ બાળકો માટે 3 ઈવેન્ટનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે. 1 દીવસીય ફનફેર, 15 દિવસનો સમરકેમ્પ, 1દીવસીય નવરાત્રી મહોત્સવ
(8) ડો.અનામિક શાહ (ગાંધીવાદી વિચારધારા)
પ્રોફેસર ડો. અનમિક શાહ ગુજરાતના એવા વૈજ્ઞાનિક, શિક્ષણવિદ્ અને વિચારક છે જેઓએ પોતાના જીવનમાં વિજ્ઞાન, સંશોધન અને ગાંધીયન મૂલ્યોનું અવિસ્મરણીય સંકલન કર્યું છે. તેઓએ રાસાયણશાસ્ત્રમાં એમ.એસીસી. (1977) તથા પી.એચ.ડી. (1983) પૂર્ણ કરી અને બાદમાં એમ.એલ.એલ.બી. (1988)ની પદવી મેળવી. 1983થી 2016 સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાસાયણશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા અને ત્યાં તેમણે અનેક નવીન સંશોધન પ્રવૃત્તિઓને દિશા આપી. તેઓએ "National Facility for Drug Discovery Complex'ની સ્થાપના કરી જે રૂૂ. 8 કરોડના અનુદાનથી શરૂૂ થઈ અને બાદમાં રૂૂ. 13.19 કરોડના Center of Excellence' સ્વરૂૂપે વિકસ્યું. ‘Facility for Preservation of Molecular Diversity (FPMD)’ હેઠળ 10,000થી વધુ મોલેક્યુલોનું સંરક્ષણ કરવામાં આવ્યું.
ગુજરાત વિદ્યાપીઠ સાથે તેમનો ઊંડો સંબંધ રહ્યો છે. મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત આ વિદ્યાપીઠમાં તેઓ વડા સંચાલક (Vice Chancellor)) તરીકે બે કરતાં વધુ કાર્યકાળ છ વર્ષ અને છ મહિના સેવા આપેલ હતી.
(9) ગીજુભાઈ ભરાડ (શિક્ષણ ક્ષેત્ર)
ગીજુભાઇ ભરાડ ગણિત-ભૌતિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી સાથે પાંચ દાયકાથી અવિરતપણે પ્રશિક્ષણ દ્વારા યુવા પેઢીને શ્રેષ્ઠત્તમ કારકીર્દિ થડવામાં મહત્ત્વનું પ્રદાન આપી રહ્યા છે. સરસ્વતી અજયુકેશનલ ઈન્સ્ટીટયુટ સંસ્થા દ્વારા દસ લાખ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન, સેમીનાર, વર્કશોપ અને પ્રવચનો દ્વારા. બે લાખ વિદ્યાર્થીઓ સાથે સીધું શૈક્ષણિક કાર્ય. જેમાંથી બારેક હજાર એન્જિનિયરો બન્યા, દસેક હજાર ડોક્ટરો બન્યા અને દસેક હજારથી વધારે વિદ્યાર્થીઓને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં વિશેષતમ કારકીર્દિ તૈયાર કરવામાં મહત્ત્વનું પ્રદાન આપ્યું. ભરાડ વિશ્વ વિદ્યાપીઠ (ત્રંબા) ભરાડ એન્જિનિયરિંગ અને ટેકનીકલ ઈન્સ્ટીટયૂટ દ્વારા વિજ્ઞાન તેમજ ટેકનોલોજી ક્ષેત્રે સમાજને શૈક્ષણિક પ્રદાન આપી રહ્યા છે. શિક્ષણ ખાતાના માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા જી.સી.ઈ.આર.ટી.ના ઘણા શૈક્ષણિક પ્રોજેકટ સફળતાપૂર્વક પૂરા કર્યા છે. પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, રાજકોટ દ્વારા યુવા પેઢી, જનસમાજ તેમજ ઉદ્યોગોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રચાર, પ્રસાર તેમજ મહત્તમ ઉપયોગ માટે પંદરસોથી વધારે સેમીનારો, પ્રવચનો, કાર્યશિબિરો દ્વારા દસેક લાખ વ્યકિતઓને માર્ગદર્શન આપેલ છે. સિધ્ધિ પ્રેરણા દ્વારા સફળતા, દામ્પત્ય જીવનનું અનુકૂલન, વ્યવસાયમાં કેમ વિકાસ કરવો, મેનેજમેન્ટ માટે જુદા જુદા મનોવૈજ્ઞાનિક ત્રણથી પાંચ દિવસના 450 થી વધારે કાર્યશિબિરો તથા સેમીનારો કર્યા છે. ભારતની અનેક સંસ્થાઓમાં 3500 થી વધારે પ્રવચનો રેડીયો, ટી.વી., વાર્તાલાપો દ્વારા પ્રખર વક્તાની અસરકારક કામગીરી કરેલ છે.
(10) મનસુખભાઈ વસોયા (લોક સાહિત્ય/હાસ્ય કલાકાર)
મનસુખભાઈવિઠલભાઇ વસોયાનો જન્મ 06/10/1953ના રોજ થયો અને અભ્યાસ : પ ધોરણ સુધી કર્યો છે. 13 વર્ષની ઉમરથી જ ખેતી કામ કરવાનું ચાલુ કરેલ. 15 વર્ષની ઉમરથી ભજન, સાહિત્ય, હાસ્યના કાર્યક્રમ જોવાના ચાલુ કર્યા અને ગામની નાટક મંડળીથી હાસ્ય કલાકાર તરીકે શરૂૂઆત કરી. 1982માં મેટાડોર વાહનથી રાજકોટ અને ગોંડલના ફેરા કરતા સમયે નાના મોટા કાર્યક્રમ શરૂૂ કર્યા. 1992 થી વિધિવત રીતે લોક સાહિત્ય અને હાસ્યના કાર્યક્રમો શરૂૂ કર્યા. લોક સાહિત્ય સાથે રાષ્ટ્ર પ્રેમ, દિકરી પ્રેમ, ગાય માતા પ્રેમ, પરિવાર ભાવનાના સંદેશા સાથેની હાસ્યની વાતો સાથે લોક સાહિત્યકાર તરીકે કાર્યક્રમો કરેલ છે. અલગ અલગ દેશો જેવા કે, અમેરીકા, મસ્કત, આફ્રિકા, યુગાન્ડા વગેરેમાં અનેક કાર્યક્રમો કરેલ છે. લોક સાહિત્ય સાથે હાસ્ય, પર્યાવરણ સંરક્ષણ, જીવદયા વગેરે જેવા મૂલ્યોનું પણ સમાજમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. માં બાપનું ઘર વૃદ્ધાશ્રમ, શ્રી દીન દયાળ સેવા ટ્રસ્ટ પ્રેરિત માનવ મંદિર જેવી સંસ્થાઓમાં સક્રિયપણે યોગદાન આપે છે.
(11) દિલીપભાઈ ત્રિવેદી (સંગીત ક્ષેત્ર)
ઉમર: 68 વર્ષ, અભ્યાસ:ઇ.ઈજ્ઞળ, નોકરી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના નિવૃત કર્મચારી. સંગીત અભ્યાસ : વિશારદ - અલંકાર (તબલામાં ) સંગીત કારકિર્દી વર્ષ : 1975 થી આજસુધી ચાલુ. રાજકોટ અને સંગીતક્ષેત્રે હુલામણું નામ : દિલીપકાકા, 1975 થી સંગીત ક્ષેત્રે 50 વર્ષથી કાર્યરત. મુખ્ય ખાશીયત : 1940 થી 2020 સુધીના હિન્દી ફિલ્મોના ગીતો. જેમાં સ્ટેજ પ્રોગ્રામોમાં રજુ થતા મુખ્યત્વે ફિલ્મી ગીતો, ક્લાસિકલ ગીતો, સેમી ક્લાસિકલ ગીતોમાં તબલાવાદક તરીકે સંપૂર્ણ કાબેલીયત અને રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં લોકચાહના. રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાતના જાણીતા ઓરકેસ્ટ્રા ગ્રુપો જેમાં મુખ્યત્વે માર્સ ઓફ મ્યુઝીક, રાજેશ્રી એન્ડ પાર્ટી, મ્યુઝીકલ ફ્લાવર્સ, મેલોડી કલર્સ, મ્યુઝીકલ મેલોઝ જેમાં મુખ્ય તબલાવાદક તરીકે કલા પ્રસ્તુત કરેલ. રાજકોટની જાણીતી જૂના ફિલ્મી ગીતો રજુ કરતી સંસ્થા : સૂર બહાર, સૂર સંસાર, સૂર મંદિર, સાઝ ઔર આવાઝ આ ઉપરાંત સરગમ ક્લબ, ઉત્સવ ક્લબ, સુર સરિતા, છઉ ગ્રુપ જેવી આજની, ફિલ્મી ગીતોના પ્રોગ્રામો રજુ કરતી નામાંકિત સંસ્થાઓમાં તબલાવાદક તરીકે કલા પ્રસ્તુતિ કરી રહેલ છે.